અશ્વિન લીંબાચિયા
તા.22-12-2021, અમદાવાદ.
તા. 22 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર થી રોજ રાત્રીના 8:00 થી 11:00 દરમિયાન બોડકદેવ પ્લેગ્રાઉન્ડ, વસ્ત્રાપુર માં તુલજા એસ્ટેટ આયોજિત માતૃશ્રી સ્વ.કુમુદબેન કનુભાઈ વ્યાસની પ્રથમ પુણ્યતિથિ એ શ્રીમદ ભાગવત કથા પારાયણ નું આયોજન કરેલ છે.
આ કથા ના વક્તા શાસ્ત્રી શ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામીજી અને શાસ્ત્રીશ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામીજી નીલકંઠધામ પોઇચા ના સંતો બિરાજ માન થશે.
આ ભાગવત કથા પારાયણ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ વગેરે સામાજિક અભિયાનો પણ હાથ ધરવામાં આવેલ છે.
આ પારાયણ માં રૂક્ષ્મણી વિવાહ દરમિયાન વક્તા શ્રી અશોકદાદા પંડ્યા (જૂનાગઢવાળા) તા.26 ડિસેમ્બરના રોજ બપોરે 3:00 થી 6:00 માં હાજર રહી કાર્યક્રમને ઓપ આપશે. આ કાર્યક્રમમાં શહેર ના અગ્રણીઓ , શ્રેષ્ઠીઓ રાજ્યના વિવિધ હોદ્દેદાર હાજર રહી શોભામાં વધાર છે.
#bharatmirror #bharatmirror21 #news #shrimadbhagwatkatha #ahmedabad