અશ્વિન લીંબાચિયા
તા.16-12-2021, અમદાવાદ
આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મહાજન સંકલન (લોકલ), મહાજન સંકલન (આઉટસ્ટેશન), ટ્રેડ અને સ્માર્ટ કમિટીના સભ્યોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ સાથે રહીને કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારોની નોંધણી માટે શરૂ કરેલ ઇ-શ્રમ કાર્ડ’ યોજના ની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન તારીખ 16.12.2021 ના રોજ જીસીસીઆઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ યોજનામાં પગારદાર શ્રમયોગીઓ, સ્વરોજગાર કરતા ધંધાર્થીઓ, ઘરેલુ કામદારો, છૂટક મજૂરી કરતા કામદારો, ફેરિયાઓ, લારી ગલ્લા ધારકો, રીક્ષાચાલકો વગેરે મળી કુલ- ૩૮૫ વ્યવસાયોનો સમાવેશ કરેલ છે.
ગુજરાત ચેમ્બરએ ગુજરાતભરમાં 1,50,000 જેટલા ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવાની પહેલ શરુ કરેલ છે. જેમાં વિવિધ મહાજનો, એસોસિએશનો, ઔદ્યોગિક વસાહતો જોડાશે. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદના પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી પૌલોમી પરમારે પ્રેઝન્ટેશન થકી સભ્યો ને આ યોજનાની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને સભ્યોના પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા.
એસોસિએશન અને વેપારી મંડળોએ અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં આ યોજના માટે પોતાના મહાજન ની ઓફીસમાં ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં કેમ્પ કરવાની તૈયારી બતાવી હતી. અને પોતાના ત્યાં કામ કરતા ગુમાસ્તા તેમજ શ્રમિકોને એ કાર્ડ સરળતાથી મળી રહે તેવી બાંહેધરી આપી હતી જેમાં ગુજરાત ચેમ્બર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી તેમને સંપૂર્ણ વ્યવસ્થાની મદદ પુરી પાડવામાં આવશે.
bharatmirror #bharatmirror21 #news #gccl