17 જુલાઇ થી 30 નવેમ્બર સુધી કુલ 3,50000 લોકોએ મુલાકાત લીધી
અશ્વિન લીંબાચિયા,
અમદાવાદ, 4 ડિસેમ્બર 2021.
જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે. આપણા ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનૉલોજી વિભાગના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એકવેટિક ગેલેરી ખાતે પેંગ્વિન રજૂ કરયા છે. અહી એકવેટિક ગેલેરી ખાતે 5 પેંગ્વિન છે અને બધા સ્વસ્થ અને તંદુરસત છે.
ગુજરાત સાયન્સ સિટી અહી રહેલી વિશ્વભરની વિવિધ એકવેટિક, સેમી એકવેટિક છે. હવે પેંગ્વિન પણ આ સાયન્સ સિટી પરિવારમાં સામેલ થઈ ગયા છે.
સાયન્સ સિટી જાણે મુલાકાતીઓનું સ્વર્ગ છે. તેની વૈશ્વિક કક્ષાની ગેલેરીઓ, જેમાં અકેવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ છે તે તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે એટલું જ નહીં પણ તેને રાજય અને રાષ્ટ્રના એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરે છે. 17 જુલાઇ થી 30 નવેમ્બર સુધી કુલ 3,50000 થી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.
કેમ્પસ ખાતે તાજેતરમાં જ ત્રણ નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે , જેમાં 28 મીટર લાંબી વોકવે ટનલવાળી વિશ્વ ભરના જળ જીવોનો સમાવતી એકવેટિક ગેલેરી અને નેચર પાર્ક નો સમાવેશ છે. અધ્યતન 3D આઈમેકસ થિયેટર, હૉલ ઓફ સ્પેસ અને અન્ય પેવેલિયન્સ સાયન્સ સિટીની મુલાકાત લેવાનું વધુ એક કારણ છે. પેંગ્વિનની રજૂઆત સાથે વધુ એક યશકલગી ઉમેરાઈ છે.
ગુજરાત સાયન્સ સિટી ઘણા એકવેટિક અને સેમી એકવેટિક જીવોનું સંવર્ધન કરે છે હવે તેમાં પેંગ્વિનનો પણ સામેલ થઈ ચૂક્યા છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, “ગુજરાત સાયન્સ સિટી 2.0 માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યાર બાદ કોવિડ ગાઇડલાઇન સાથે 16 જુલાઇ 2021 એ ફરી શરૂ કરવામાં આવ્યું. ફરી ખૂલ્યું ત્યારથી સ્વચ્છ, હરિયાળા અને વિજ્ઞાન-શિક્ષણ તથા અનુભવના આદર્શ સ્થળ તરીકે બહોળા પ્રમાણમાં ઉત્સાહીઓ અને સામાન્ય નાગરિકોએ અહીની મુલાકાત લીધી છે.”
એકવેટિક ગેલેરી ખાતે પેંગ્વિનની રજૂઆત કરતાં તેમણે ઉમેર્યું “ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશા કાર્યરત રહી છે. આફ્રિકન પેંગવીન ની આ મહત્વની પ્રજાતિ લુપ્ત થવાની ભીતિમાં છે અને તેમની સંખ્યા ઓછી થતી જાય છે ત્યારે અહી એકવેટિક ગેલેરી ખાતે આફ્રિકન પેઙ્ગિવ્ન નું મહત્વ એ છે કે ઉપયોગી શૈક્ષણિક અનુભવ અને કેવી રીતે માનવીય પ્રવૃતિઓ આવા પ્રાણીઓને લુપ્ત થવાની કગાર પર લાવી દે છે તે વિષે લોકોમાં જાગૃતિ દ્વારા આ પ્રજાતિના સંવર્ધન્ન ના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય. અમે આ અહીના અદભૂત જીવો વિષે જાણવાની તક આપીને ભાવિ પેઢીને સારી અને યોગ્ય પસંદગી દ્વારા સહુ જીવો સાથે જીવવા માટે પ્રેરિત કરવાનો ધ્યેય રાખીએ છીએ.”
ગુજરાત સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા આવેલા પેંગ્વિન આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે. પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ પણ જીવે અને સંવર્ધન કરે છે.
તમામ ઉમરના મુલાકાતીઓને પ્રાણીઓ વિષે જાણવાનું ગમશે અને પેંગ્વિન તો એક અનોખુ પ્રાણી છે. જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકો ને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે.
સાયન્સ ગેલેરીઓના વિવિધ પ્રદર્શનો તમામ ઉમરના લોકોને આકર્ષ્યા છે અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અન્વેષ્ણને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, પર્યાવરણ અને વન તથા કલાઇમેટ ચેન્જ વિભાગના માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે, મેમ્બર્સ ઓફ પાર્લમેન્ટ્રી કમિટી, ફૂડ્સ એન્ડ કસ્ટમર્સ અફેર્સ, ઓફિશિયલ લેંગેવેજની અન્ય કમિટીના માનનીય સભ્યો, SAARCના 14માં સેક્રેટરી જનરલ એચ,ઇ. શ્રી ઇસાલારૂવાન વિરાકુન તથા વિવિધ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને અગ્રણી વૈજ્ઞાનિક અને આધોગિક સંસ્થાઓના અધિકારીઓએ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #sciencecity