અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 04-12-2021.
ગુજરાત રાજયમાં સંપૂર્ણ દારૂબંધી છે. જેથી સરકાર દ્વારા પણ રાજયમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ તથા હેરફેર બંધ થાય તે માટે કડક સજાની જોગવાયો કરવામાં આવેલ છે. તેમ છતા બુટલેગરો દ્વારા અલગ અલગ રીતે બહારના રાજયમાંથી ઇંગ્લીશ દારૂ લઇ આવી હેરફેર તથા વેચાણ કરવામાં આવતું હોય છે. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેંચાણ ઉપર અંકુશ લાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા સને ૨૦૨૧ માં એક વર્ષ દરમ્યાન જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ ૧૬૯ ગુન્હામા કબ્જે કરવામા આવેલ ઈંગ્લીશ દારૂ તથા બીયરની બોટલ / ટીન કુલ ૩૫,૮૦૫ જેની કિ.રૂા . ૧,૪૬,૬૦,૩૨૯/- તથા ઝોન -૧ હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ ૩૦૯ ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ ઈંગ્લીશ દારૂબીયર ની કુલ બોટલ / ટીન કુલ ૪૧,૩૩૭ જેની કિ.સ. ૧,૧૩,૮૪,૭૪૯/- તથા ઝોન – ર હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ.
પ્રોહીબીશનના કુલ ૨૧૬ ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ ઈંગ્લીશ દારૂ બીયર ની કુલ બોટલ/ટીન ૭૧૦૩ જેની કુલ કિ.રૂા.૨૩,૯૭,૬૮૩ / – મળી રાજકોટ શહેરમાં કુલ ૬૯૪ ગુનામાં કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂા/બીયરની બોટલ/ટીન ૮૪,૨૪૫ જેની કુલ કિંમત રૂ. ૫,૮૪,૪૨૭૬૧ નો કબ્જે કરવામાં આવેલ ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો નામદાર કોર્ટનો હુકમ મેળવી રાજકોટ શહેર ના સોખડા ગામ અને નાકરાવાડી ગામ વચ્ચેની સીમ ખાતે નાયબ પીલીસ કમિશ્નર ઝોન – ર શ્રી મનોહરસિંહ જાડેજા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રથી પુજાબેન જોટાણીયા, નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક શ્રી આઇ.બી.સીદી ની અધ્યક્ષતામાં નાશ કરવામાં આવેલ.
આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા સને ૨૦૨૧ માં એક વર્ષ દરમ્યાન ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેંચાણ ઉપર અંકુશ લાવવા તમામ પ્રયાસો હાથ ધરી ઇંગ્લીશ દારૂ/બીયરની બોટલ/ટીન ૮૪,૨૪૫ ૧૯ કિ.રૂ.૨,૮૪ ૪૨ ૭૬૧ નો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો.