અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 29-11-21
GCCI ની યુથ કમિટી દ્વારા તા . 27 અને 28 નવેમ્બર, 2021 ના રોજ શૈશ્ય એકેડમી ખાતે ર દિવસી યુથ વિંગ બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું
, આત્મનિર્ભર એવેન્જર્સ , DHS ડેરડેવિલ્સ, પ્લાયમાર્ટ ફોનિક્સ, સન સોલ્જર્સ- પીવી રિન્યુએબલ્સ, પેરાગ્રાફ ટુપર્સ, બીટમેન ફ્લાયર્સ, એનપી લેબલ હોક્સ અને વોગોમ સ્ટ્રાઈકર્સ નામની કુલ આઠ ટીમોએ બોક્સ ક્રિકેટ લીગમાં ભાગ લીધો હતો. બોક્સ ક્રિકેટ લીંગના 2 દિવસ દરમિયાન 12 લીગ મેચ, 2 સેમી ફાઈનલ અને 1 મહિલા ખેલાડીઓની મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચના ટોસ સમારંભમાં પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ હાજર રહ્યા હતા. ફાઇનલ મેચ NP લેબલ ફોક્સ અને વોગોમ સ્ટ્રાઈકર્સ વચ્ચે યોજાઈ હતી. શ્રી મીત પંડ્યાની એનપી લેબલ ટીમ ફાઇનલ મેચ જીતી વિજેતા બની હતી. બીજા સ્થાને રહેવા બદલ વોગોમ સ્ટ્રાઈકર્સને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મિસ ધ્વની શાહે મહિલા વર્ગમાં શ્રેષ્ઠ બોલરનો એવોર્ડ જીત્યો હતો મિસ રોમા પટેલે મહિલા વર્ગમાં શ્રેષ્ઠ બેટ્સમેનનો એવોર્ડ જીત્યો હતો. મિસ રાધિકા પટેલને મહિલા વર્ગમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો શ્રી આદિત શાહે પુરૂષ વર્ગમાં શ્રેષ્ઠ બોલરોની ટ્રોફી જીતી. શ્રી હિમાંશુ દાણીએ પુરૂષ વર્ગમાં શ્રેષ્ઠ બેટ્સમેનની ટ્રોફી જીતી. પુરૂષ વર્ગમાં મેન ઓફ ધ સિરીઝ શ્રી પ્રિયંક આચાર્ય રહ્યા હતા. ચેરમેન શ્રી નિર્મમ ઝવેરીએ લીગનું સમાપન કરતી વખતે ટૂર્નામેન્ટના તમામ સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ લીગને સફળ બનાવવા માટે સમિતિના દરેક સભ્યોના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
bharatmirror #bharatmirror21 #news #GCCI