› સ્કોડા સ્લાવિયા સંપૂર્ણપણે નવી પ્રીમિયમ મિડસાઇઝ સેડાન વિશાળ સ્પેસ, સલામતીની અનેક સુવિધાઓ અને આકર્ષક ડિઝાઇન ઓફર કરે છે
› અસરકારક ટીએસઆઈ એન્જિન, સુવિધાનું ઉચ્ચ સ્તર અને અદ્યતન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ
› મોડલનું નામ ‘સ્લાવિયા’ બ્રાન્ડના વારસાને સમર્પિત છે અને નવા યુગમાં પ્રવેશ તરફ લઈ જાય છે
› શ્રેષ્ઠ મોટા જોડાણનું પ્રતિબિંબ; ભારતના પૂણેમાં ઉત્પાદન
› સ્કોડ સ્લાવિયા જાન્યુઆરી-2022થી ઉપલબ્ધ થશે, અત્યારથી બુકીંગ શરૂ અને ફેબ્રુઆરીથી ગ્રાહકોને સ્કોડા સ્લાવિયાની ડિલેવરી મળશે, ગ્રાહકોમાં ભારે ઉત્સાહ અને ઇન્તેજારી
અમદાવાદ,તા.18
સ્લાવિયાની પ્રસ્તુતિત સ્કોડા ઓટોના ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટમાં આગામી તબક્કાની શરૂઆત છે. મિડસાઇઝ એસયુવી કુશકની સફળ પ્રસ્તુત પછી સંપૂર્ણપણે નવી સેડાન ચેક કારનિર્માતા કંપનીનું ભારત-કેન્દ્રિત બીજું મોડલ છે. સ્લાવિયાની ઉત્પાદન પ્રક્રિયામાં 95 ટકા સુધીનું સ્થાનિકીકરણ થયું છે. સેડાન MQB-A0-IN પ્લેટફોર્મ – MQB વેરિઅન્ટ, જે ભારત માટે સ્કોડા ઓટોએ ખાસ અપનાવ્યું છે – પર આધારિત હોવાથી – સલામતીની સંપૂર્ણ સુવિધાની રેન્જ અને અત્યાધુનિક ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ પૂરી પાડે છે. ટીએસઆઈ એન્જિન માટે પાવર આઉટપુટ સ્લાવિયા માટે અનુક્રમે 85 kW (115 PS)* અને 110 kW (150 PS)* ઉપલબ્ધ છે તથા સ્કોડાની અન્ય કારની જેમ આ મોડલ આકર્ષક ડિઝાઇન ધરાવે છે. એનું નામ કારનિર્માતાની સ્થાપના કે શરૂઆત પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતીય બજારમાં નવા યુગનું પ્રતીક છે.
સ્કોડા ઓટોના સીઈઓ થોમ શેફરે કહ્યું હતું કે, “નવી સ્લાવિયા સાથે અમે અમારા ઇન્ડિયા 2.0 પ્રોડક્ટ અભિયાનના આગામી તબક્કાને વેગ આપ્યો છે. કુશકની સફળ પ્રસ્તુતિ પછી અમે હવે અમારી સંપૂર્ણપણે નવી પ્રીમિયમ મિડસાઇઝ સેડાન સાથે વધુ એક લોકપ્રિય સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. સ્લાવિયા ભારતમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતોને આદર્શ રીતે પૂરી કરે છે અને 95 ટકા સ્થાનિકીકરણ સાથે એનું નિર્માણ થાય છે. અમને ખાતરી છે કે, કુશક અને સ્લાવિયા બંને અમને ભારતના વૃદ્ધિ કરતાં બજારમાં સંપૂર્ણ સંભાવનાઓનો ઉપયોગ કરવા મદદરૂપ થશે.”
સ્કોડા ઓટો ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગુરપ્રતાપ બોપરાઈએ કહ્યું હતું કે, “કુશક સાથે ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટની સફળ શરૂઆત સ્પષ્ટપણે જણાવે છે કે, ભારતમાં અહીં આંતરરાષ્ટ્રીય જોડાણ સાથે શું હાંસલ થઈ શકે છે. એસયુવીની લોકપ્રિયતામાં વધારા ઉપરાંત પ્રીમિયમ સેડાન સેગમેન્ટ પ્રચૂર સંભાવના ધરાવે છે અને ભારતને અમે પોતીકો દેશ બનાવ્યો છે. અદ્યતન સ્લાવિયા પ્રતિષ્ઠા અને સ્ટાઇલનો પર્યાય છે. આ સ્કોડા ઓટો માટે વૃદ્ધિના નવા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પોતાની આધુનિક ખાસિયતો, સક્ષમ એન્જિન અને સિમ્પ્લી ક્લેવર અનેક ખાસિયતો સાથે સ્લાવિયા ભારતમાં સમજુ ગ્રાહકોને અપીલ કરશે અને દુનિયાભરના બજારોમાં એની પ્રશંસા પણ થશે. અમને ખાતરી છે કે, સ્કોડા સ્લાવિયા ઓક્ટેવિયા અને સુપર્બે સ્થાપિત કરેલા માપદંડો પર ખરી ઉતરશે અને અમને સેગમેન્ટમાં અમારી પોઝિશન વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે.”
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે કહ્યું હતું કે, “કુશકની પ્રસ્તુતિ સાથે અમે સ્કોડા ઓટો ઇન્ડિયા માટે અસાધારણ વૃદ્ધિ અનુભવી છે. જ્યારે આધુનિક ભારતની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતી કુશકે મિડ-સાઇઝ એસયુવી સાથે નવા સેગમેન્ટમાં અમને સફળતા અપાવી છે, ત્યારે સ્લાવિયા અમને અમારા રૂટ તરફ દોરી ગઈ છે, કારણ કે બ્રાન્ડ ભારતમાં ઓરિજિનલ પ્રીમિયમ સેડાન પ્રસ્તુત કરશે. ઉદ્યોગમાં પ્રવર્તમાન અવરોધો વચ્ચે પણ અમે અમારું પ્રોડક્ટ અભિયાન જાળવી રાખ્યું છે, અમારાં નેટવર્કનું વિસ્તરણ 100થી વધારે શહેરોમાં કર્યું છે, બ્રાન્ડ વિશે જાગૃતિ વધારી છે, ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની અમારી ખાતરી પૂરી કરી છે, ડિલર નેટવર્કને વધારે વ્યવસાયિક બનાવ્યું છે, મૂલ્ય સંવર્ધિત સેવાઓ પ્રસ્તુત કરી છે અને વેચાણ પછીના વ્યવસાયમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સ્લાવિયા અંદરથી ભવ્ય છે અને કુશક સાથે અમારી બીજી વોલ્યુમ ડ્રાઇવર બનશે, કારણ કે અમે ભારતમાં અમારા વોલ્યુમમાં નોંધપાત્ર વધારો કરવાનું જાળવી રાખીશું.”
સુંદર ઇન્ટેરિઅર અને સ્કોડાની સુસ્થાપિત આકર્ષક ડિઝાઇન ધરાવતી સ્લાવિયા સેડાન માટે નવા માપદંડો સ્થાપિત કરશે. એની 1,752 એમએમની પહોળાઈ સ્લાવિયા સેગમેન્ટમાં સૌથી પહોળી બનાવે છે અને પાંચ લોકોને આરામદાયક પ્રવાસ કરવા સક્ષમ બનાવે છે. સાથે કાર 521 લિટરની વિશાળ બૂટ સ્પેસ ધરાવે છે. ફ્રન્ટ હેડલાઇટ અને ટેઇલલાઇટ અદ્યતન એલઈડી ટેકનોલોજી સાથે ઉપલબ્ધ છે તથા સ્કોડાની ક્રિસ્ટલાઇન વિગતો ધરાવે છે. ક્રોમ પ્લેટેડ ડિઝાઇન ખાસિયતો, ટૂ-ટોન એલોય વ્હીલ અને એક્સક્લૂઝિવ સ્કોડા બેજ – આ તમામ સ્લાવિયાની ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ફીલ આપશે. નવું મેટલિક ક્રિસ્ટલ બ્લૂ અને ટોર્નેડો રેડ પેઇન્ટવર્ક – બંને ભારતીય બજાર માટે સ્કોડામાં એક્સક્લૂઝિવ છે.
નવી સ્લાવિયાનું ઇન્ટેરિઅર સ્કોડાના યુરોપિયન મોડલની લેટેસ્ટ ડિઝાઇન પર આધારિત છે. એના સેન્ટરમાં 25.4 સેન્ટિમીટરની ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીન છે. સર્ક્યુલર એર વેન્ટ વધુ એક ઊડીને આંખે વળગે એવી ખાસિયત છે. જ્યારે એમ્બિશન ટ્રીમ વધતાં એર કેર સાથે ટચ-કન્ટ્રોલ ક્લિમેટ્રોનિક સ્ટાન્ડર્ડ તરીકે આવશે, ત્યારે લેધરમાં વેન્ટિલેટેડ અપહોલ્સટર ફ્રન્ટ સીટ ટોપ-એન્ડ સ્ટાઇલ વેરિઅન્ટ માટે ઉપલબ્ધ છે. ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીન નીચે લાઇન રનિંગ સ્કોડાની ગ્રિલની સિલહટથી પ્રેરિત છે અને ડિસ્પ્લે ઓપરેટ કરવા ઉપયોગી હેન્ડ રેસ્ટ પ્રદાન કરે છે. હોરિઝોન્ટલ, કલર કોન્ટ્રાસ્ટિંગ ડેકોરેટિવ સ્ટ્રિપ વિશાળ ઇન્ટેરિઅરની પહોળાઈ દર્શાવે છે અને સર્ક્યુલર એર વેન્ટ સાથે જોડે છે.
ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ્સ નવી સ્કોડા સ્લાવિયાના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેને કલર ટચસ્ક્રીન મારફતે સરળતાપૂર્વક અને સ્વાભાવિક રીતે ઓપરેટ થઈ શકશે. તે સ્માર્ટફોનના સંકલનને સક્ષમ બનાવતી સ્માર્ટલિન્ક ટેકનોલોજી ધરાવે છે. એમ્બિશન અને સ્ટાઇલ ટ્રિમ સ્તર સ્કોડા પ્લે એપ્સ સાથે માયસ્કોડા કનેક્ટ મોબાઇલ ઓનલાઇન સર્વિસીસની સુલભતા પ્રદાન કરશે, જેનો ઉપયોગ ટોપ-એન્ડ ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ માટે નેવિગેશન ફંકશન ડાઉનલોડ કરવા થઈ શકશે.
સ્કોડા સ્લાવિયા ઉત્કૃષ્ટ એક્ટિવ અને પેસિવ સેફ્ટી ખાસિયતો ધરાવે છે. કારમાં સવાર લોકોને છ એરબેગ સુધીનું સંરક્ષણ મળે છે. બાળકોની સલામતી માટે સેડાન આઈસોફિક્સ એન્કર સાથે આવે છે અને પાછળની સીટો પર ટોપ ટીથર એન્કર પોઇન્ટ છે. ઇએસસી અન્ય એક સ્ટાન્ડર્ડ ખાસિયત છે, જે ડ્રાઇવિંગની સલામતીના ઉચ્ચ સ્તરને સુનિશ્ચિત કરે છે, ત્યારે મલ્ટિ-કોલિશન બ્રેક અકસ્માતના કેસમાં વાહનને ઊભું રાખીને સલામતી લાવશે. સ્લાવિયા અનેક વ્યવહારિક સુવિધાઓ પણ પૂરી પાડે છે, જેમ કે હિલ-હોલ્ડ કન્ટ્રોલ, રેઇન અને લાઇટ સેન્સર્સ, તથા ક્રૂઝ કન્ટ્રોલ. ટાયર પ્રેશર મોનિટર વધુ એક સુવિધાજનક ખાસિયત છે.
#bharatmirror #bharatmirror21 #news