અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા. 18-11-21
અમદાવાદના આસારામ આશ્રમમાંથી હૈદરાબાદના યુવકના રહસ્યમય રીતે ગુમ થવા મામલે નવો વળાંક આવ્યો છે. વિજય યાદવે પોલીસનો સંપર્ક કર્યો છે અને દાવો કર્યો છે કે તે સુરક્ષિત છે.
વિજય યાદવે વીડિયો જાહેર કરીને સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે હું વૈષ્ણોદેવી ગયો છું. હું બોર્ડર પર પહોંચ્યો કે તરત જ મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયું.
અગાઉ ગુમ થયેલા યુવક વિજય યાદવે આશ્રમના ઈમેલ આઈડી પર ઈ-મેલ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ જે પણ કરી રહયો છે, તેમાં આશ્રમનો કોઈ દોષ નથી. જોકે પોલીસે ઈમેલના આઈપી એડ્રેસના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની સાથે આવેલા યુવકના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે. ટેકનિકલ મોનિટરિંગ બાદ તમામ હકીકત બહાર આવે તેવી શક્યતા છે.
તે જ સમયે ગુમ થયેલા યુવકના નાના ભાઈ સંજય યાદવના જણાવ્યા અનુસાર વિજય શુદ્ધ હિન્દી બોલી અને લખી શકતો નથી. સંજયે એવો પણ દાવો કર્યો હતો કે ઈમેલમાં લખેલા શબ્દો વિજયના નથી. નોંધપાત્ર વાત એ છે કે, 3 નવેમ્બરના રોજ વિજય યાદવ હૈદરાબાદથી તેના મિત્રો સાથે અમદાવાદમાં આસારામના આશ્રમમાં હતો. એક અઠવાડિયા પછી પણ યુવક ઘરે પરત ન ફરતાં માતા-પિતા ચિંતિત થઈ ગયા જેથી તેના પિતાએ આશ્રમનો સંપર્ક કર્યો. પરંતુ યુવક ન મળતાં તેના માતા-પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિવારનો દાવો છે કે 11 નવેમ્બરથી તેમના પુત્ર સાથે કોઈ સંપર્ક થયો નથી. યુવકના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે આશ્રમમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જોકે, સીસીટીવી ફૂટેજમાં વિજય યાદવ ક્યાંય દેખાતો ન હોવાથી પોલીસ પણ મુંઝવણમાં છે. અને હાલ તાપસ ચાલું છે.