“યુથ ઈઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બી રીચ એન્ડ ધ બેસ્ટ ટાઈમ ટુ બી પૂઅર”
અશ્વિન લીંબાચીયા
14 નવેમ્બર 2021
જીસીસીઆઈની યુથ કમિટીના ઉપક્રમે ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનું “યુથ ઈઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બી રીચ એન્ડ ધ બેસ્ટ ટાઈમ ટુ બી પૂઅર” વિષય પર વક્તવ્યનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જે.બી. ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત જીસીસીસાઈના પ્રમુખ શ્રી હેમંત શાહના સંબોધન થી કરવામાં આવી હતી. પ્રમુખશ્રી હેમંત શાહે જીસીસીઆઈ ની યુથ કમિટીને આ કાર્યક્રમ ના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું કે આજના યુવાનોમાં ઘણી ક્ષમતાઓ અને સામર્થ્ય રહેલ છે જેને યોગ્ય દિશા આપવામાં આવે તો તેના થકી ખુબ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઇ શકે.
ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ યુવા પેઢી ને સંબોધતા જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર છે અને ભારતના 54 કરોડ લોકો 35 વર્ષથી ઓછી આયુ ધરાવે છે. તેમણે જણાવ્યું કે આ યુવા શક્તિને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવામાં આવે તો ભારતને વિશ્વશક્તિ બનવાથી કોઈ રોકી શકે નહિ. તેમણે નૈતિક મૂલ્યો અને ચરિત્ર પર ભાર આપતા જણાવ્યું કે જે નૈતિક મૂલ્યો અને સારું ચરિત્ર ધરાવે છે તેજ સાચા અર્થમાં સમૃદ્ધ છે. તેમણે જણાવ્યું કે નૈતિક મૂલ્યો અને ચરિત્રનું ધ્યાન રાખીને કરવામાં આવતી મેહનત યુવા પેઢી માટે રિચ એટલે સમૃદ્ધ થવા માટેની ચાવી છે.
પ્રશ્નોતરી સત્ર દરમિયાન ઉપસ્થિત યુવા ઉદ્યોગકારોએ બિઝનેસ ગ્રોથ, ઇનર પર્સનાલિટી અને વર્ક-લાઈફ બેલેન્સને અનુરૂપ ઘણા પ્રશ્નોની ચર્ચા કરી હતી.
bharatmirror #bharatmirror21 #news