અશ્વિન લીંબાચીયા
13 નવેમ્બર 2021
પાટણ જિલ્લાના હારીજનાં વાદી વસાહતમાં યુવતીને પ્રેમ કરવો પડ્યો ભારે પડ્યો વાદી સમાજના લોકોએ પ્રેમી પંખીડાઓને લઈને તાલીબાની સજા ફરમાવી અને યુવતીને માથે ટકો કરી મોઢું કાળું કર્યું અને કોથરાના વસ્ત્રો પહેરાવીને માથે સરગતાં અંગારા સાથે વસાહતમાં ફેરવતાં પોલીસ તંત્ર દોડતું થયું.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના હારીજ વાદી વસાહત માં એક યુવતીએ એક યુવકને પ્રેમ કરતા પકડાતા વાદીના દેવ ની પરંપરા મુજબ એવું યુવતીને યુવક આપી સજા ફરમાવી.
– યુવતીને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા
– પ્રેમ કરતા વાદી વસાહતમાં વાદી સમાજે માથાનાં વાળ કાપ્યા કલાડી થી મોઢું કાળું કર્યું અને ગામમાં ફેરવી
– કોથળાનો ડ્રેસ બનાવી પહેરાવ્યો
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થ
તાં મીડિયાએ તેને વાચા આપતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. અને પાટણ જિલ્લા પોલીસ વડા પાટણ જિલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓ પાટણ જિલ્લાના હારિજ ખાતે આવેલ વાદી વસાહત ખાતે પહોંચીને આવી હરકત કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરીને ૧૫થી વધુ લોકોની હારીજ પોલીસે ધરપકડ કરી.
વર્ષોથી ચાલ્યા આવતા પરંપરા જુના રિવાજોને લઈને બેન દીકરીઓ ઉપર થતા આવા અત્યાચારોને લઈને આવા ફરમાન કરનાર સામે કડક કાર્યવાહી કરવા લોકોની માગણી બુલંદ થઈ છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને આવા લોકો સામે સખ્ખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
bharatmirror #bharatmirror21 #news