ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં તરસાલી નજીક નેશનલ હાઈવે પર કાર્યરત થઈ. હોટલ પરિસરના એક ભાગમાં આ રેસ્ટોરન્ટ બનાવવા સ્ક્રેપમાં કાઢી નાખેલું એરબસ 320 પ્લેન બેંગ્લોરથી ખરીદી વડોદરા ખાતે એસેમ્બલ કરાયું હતું
પ્લેનમાં જે લોકો બેસી નથી શકતા તેમના માટે આ રેસ્ટોરન્ટ હવાઈ મુસાફરી જેવો જમણનો અનુભવ કરાવશે.
હોટલ માલિક એમ.ડી.મુખીએ જણાવ્યું કે 1.40 કરોડમાં હોટેલ તૈયાર કરાઈ છે. પ્લેનની થીમ હોવાથી બોર્ડિંગ પાસ એરોબ્રિજની સાથે એર હોસ્ટેસ જેવો હોટેલ સ્ટાફ પણ હાજર હશે. જમતી વખતે હાથ ઊંચો કરો એટલે સેન્સર લાઈટ થશે અને એર હોસ્ટેસ આવશે.
હોટલમાં પ્રવેશ માટે બોર્ડિંગ પાસ અપાશે. પ્લેનની પાંખ પર પણ ખુલ્લી રેસ્ટોરાં બનાવી છે. ભારતમાં દિલ્હી, પંજાબ અને દહેરાદૂનમાં આવી હોટલ છે. અને હવે ગ્રાહકો વિમાનમાં બેઠા હોય તેવા અનુભવ સાથે વડોદરામાં તમે પ્લેનમાં બેસીને ભોજનનો સ્વાદ માની શકશો.