જાણીતા આર્યુવેદિક કન્સલન્ટન્ટ ડો.નિમિષા શાહની બહુ ઉપયોગી સલાહ અને માર્ગદર્શન
રોજિંદા જીવનમાં મહિલાઓ, બહેનો કે યુવતીઓ દ્વારા હેર કેર, સ્કીન કેર એન્ડ મેકઅપ પ્રોડક્ટસ જે ઉપયોગમાં લેવાય છે, તેમાં વધુ પડતી માત્રામાં કેમીકલ અને હાનિકારક તત્વો હોવાના કારણે તેની શરીરના વિવિધ અંગો અને ભાગો પર ગંભીર અને જોખમી આડઅસરો થવાની અને ફેફસાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ આપવા સમાન બની રહે છે – ડો.નિમિષા શાહ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
રોજિંદા જીવનમાં મહિલાઓ, બહેનો કે યુવતીઓ દ્વારા હેર કેર, સ્કીન કેર એન્ડ મેકઅપ પ્રોડક્ટસ જે ઉપયોગમાં લેવાય છે, તેમાં વધુ પડતી માત્રામાં કેમીકલ અને હાનિકારક તત્વો હોવાના કારણે તેની શરીરના વિવિધ અંગો અને ભાગો પર ગંભીર અને જોખમી આડઅસરો થવાની અને ફેફસાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ આપવા સમાન બની રહે છે તેમ અમદાવાદના જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ્સ ડો.નિમિષા શાહે જણાવ્યું છે.
આજે માર્કેટમાં અનેક પ્રકારની હેર કેર, સ્કીન કેર અને મેકઅપ પ્રોડ્કટ્સ વેચાઇ રહી છે અને તેના લીધે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઇ રહ્યા હોવાછતાં જાગૃતિ અને પૂરતી જાણકારી કે માર્ગદર્શનના અભાવે લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે આ મુદ્દે લોકજાગૃતિ અભિયાન ચલાવી રહેલા અમદાવાદના જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ્સ ડો.નિમિષા શાહે ભારત મીરર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, તેઓ હેર એન્ડ સ્કીન બ્યુટી પ્રોબ્લેમ્સ પર પ્રેકટીસ કરી રહ્યા છે.
વર્ષોના અભ્યાસ અને રિસર્ચ બાદ સામેલા આવેલા તારણોમાં સ્પષ્ટ થયુ કે, રોજિંદા જીવનમાં યુવતીઓ, મહિલાઓ, બહેનો કે યંગસ્ટર્સ દ્વારા હેર કેર, સ્કીન કેર એન્ડ મેકઅપ પ્રોડક્ટસ જે ઉપયોગમાં લેવાય છે, તે માત્ર 25 સેકન્ડમાં જ શરીરના બ્લડ સ્ટ્રીમમાં અંદર દાખલ થઇ જાય છે અને ત્યારબાદ પાછળથી તે શરીરમાં માથાના વાળ, સ્કીન અને શરીરના અન્ય અંગો કે ભાગો પર તેની આડઅસર કે નુકસાની પહોંચાડતા હોય છે. જેમ કે, ડ્રાયનેસ, ડ્રાય લીપ્સ, બોઇસ ઓન ફેસ, ઇચીંગ ઓન ફેસ, બોઇસ ઓન હોલ બોડી, આઇબ્રોના વાળ ખરી પડવા વગેરે પ્રોબ્લેમ્સમાં વ્યકિતને તેની ટ્રીટમેન્ટ કર્યા બાદ પણ તે ફરી થાય છે. તેનું મુખ્ય કારણ જે હેર કેર, સ્કીન કેર એન્ડ મેકઅપ પ્રોડક્ટસ ઉપયોગમાં લેવાય છે તે મહ્દઅંશે જવાબદાર હોય છે. આ અંગે બહુ ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ આ તારણ સામે આવ્યા.
સામાન્ય રીતે આ પ્રકારની કોસ્મેટીક્સ પ્રોડકટ્સમાં હેવી મેટલ, નીકલ, મેગ્નેશીયમ, ફોસ્ફર, સિલિકોન, પેરાબીન્સ જેવા કેમીકલનો ઉપયોગ થાય છે, ઉપરાંત, પીગ્સ ફેટ, ક્રશ મેટલ્સ જેવા સિલિકોન્સનો બહુ વધુ માત્રામાં ઉપયોગ થાય છે. બ્લડ સ્ટ્રીમમાં પહોંચ્યા બાદ તેની આડઅસર થતી હોય છે. લન્ગ કેન્સર, બ્રેસ્ટ કેન્સર સહિતના રોગો ઉપરાંત શરીરના અંગોને બહુ ગંભીર અને જોખમી નુકસાન પહોંચાડે છે., ત્યારે આવા જોખમી અને હાનિકારક પ્રોડકટ્સ ઉપયોગ કરવાના બદલે યંગસ્ટર્સ સહિતના લોકોએ ખરેખર તો આપણી પ્રાચીન અને કારગત એવી આયુર્વેદ પધ્ધતિ તરફ વળવુ જોઇએ. અમે લોકોને આ માટે જાગૃત કરી રહ્યા છીએ.
ખાસ કરીને લોકોને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવા અને તેમના શરીર અને આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને અમે આયુર્વેદ વનસ્પતિઓ, જડીબુટ્ટીઓનો સાચી માત્રામાં ઉપયોગ કરીને દરેક વ્યકિતની પ્રકૃતિ અનુસાર ઉપયોગ કરાય તે પ્રકારની પ્રોડક્ટસ બનાવી છે. જાણીતા આયુર્વેદ કન્સલ્ટન્ટ્સ ડો. નિમિષા શાહે ઉમેર્યું કે, મારી લોકોને એટલી જ વિનંતી છે કે, તમે શરીરની બહારની સુંદરતા માટે આવી કેમીકલયુકત પ્રોડકટ્સનો ઉપયોગ કરી તમારા શરીર કે આરોગ્ય સાથે ચેડા ના કરો. હેર કેર માટે પણ આવનારા દિવસોમાં તેઓ આગામી દિવસોમાં ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપશે. કેમીકલયુકત પ્રોડક્ટસ વિરૂધ્ધ લોક જાગૃતિ માટે તેઓ સતત પ્રયાસશીલ છે અને તેમાં સામાન્ય જનતાને પણ જોડાવવા તેમણે આહવાહન આપ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news