- હવે તા.૧૬મી ઓક્ટોબરે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા ફાઈનલમાં સ્પર્ધા કરશે
- દેશભરના ૧૫૦૦થી વધુ ડાન્સરોએ ડિજિટલ ક્વોલિફાયર્સમાં ભાગ લીધો હતો, જેમાંથી નવ શહેરના ૧૬ડાન્સરોની હિપ- હોપ ડાન્સર ડાયબ્લો, પોપર કાઈટ અને ડાન્સર અને કોરિયોગ્રાફર એન્ટોઈનેટ ગોમિસનો સમાવેશ ધરાવતા આંતરરાષ્ટ્રીય જજોની પેનલ દ્વારા ફાઈનલીસ્ટ્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે
- ટોપ૧૬ ફાઇનલીસ્ટો હવે તા.૧૬મી ઓક્ટોબરે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા ફાઈનલમાં સ્પર્ધા કરશે, જ્યાં ઓનલાઈન દર્શકો વોટ કરશે અને દેશના પ્રથમ નેશનલ ચેમ્પિયનને તાજ પહેરાવવામાં આવશે.
- લાઈવ જોવા અને વોટ કરવા માટે આરએસવીપી www.redbull.in/danceyourstyle પર
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.૩૦
અજોડ ફોર્મેટ સાથેની વૈશ્વિક સ્ટ્રીટ ડાન્સ ઈવેન્ટ સિરીઝ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ આ વર્ષે પહેલી વાર ભારતમાં આવી રહી છે. દુનિયાભરના ૩૦ દેશમાં લગભગ ૯૦ ઈવેન્ટ્સ સાથે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ અજોડ વળાંક સાથેની અસલ વૈશ્વિક ઈવેન્ટ છે, જ્યાં ટોળું જજ છે. વિવિધ સ્ટ્રીટ ડાન્સ સ્ટાઈલ્સના ડાન્સરો તાજેતરના વૈશ્વિક હિટ્સથી ક્લાસિક બીટ્સ સુધીની શ્રેણીનાં અણધાર્યાં મુખ્ય પ્રવાહનાં ગીતો પર સામસામે જંગમાં સ્પર્ધા કરશે અને ટોળું અજોડ વોટિંગ યંત્રણાથકી કોણ વિજેતા તરીકે ઊભરી આવશે તે નક્કી કરશે. દેશભરના ૧૫૦૦થી વધુ ડાન્સરોના સહભાગ સાથેના સંપૂર્ણ ડિજિટલ ક્વોલિફાઈંગ રાઉન્ડ પછી સૌપ્રથમ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા એડિશન માટે ટોપ ૧૬ ફાઈનલિસ્ટોની હિપ- હોપ ડાન્સર ડાયબ્લો, પોપર કાઈટ અને ડાન્સર તથા કોરિયોગ્રાફર એન્ટોઈનેટ ગોમિસની પેનલ દ્વારા પસંદગી કરવામાં આવશે.
ટોપ ૧૬ દેશનાં નવ શહેરમાં સ્પર્ધકો છે, જેઓ સૌપ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા અને ૪ ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં વર્લ્ડ ફાઈનલ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હવે ૧૬ ઓક્ટોબરે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા ફાઈનલમાં સ્પર્ધા કરશે. જેમાં અમદાવાદની વાકેર શ્રીલક્ષ્મી મુરલીધરન તેનું પર્ફોરમન્સ કરશે. દેશની પ્રથમ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ઈન્ડિયા ચેમ્પિયન માટે ફાઈનલ જોવા અને વોટ કરવા આરએસવીપી: www.redbull.in/danceyourstyle
ટોપ ૧૬ ફાઈનલિસ્ટો નીચે મુજબ છેઃ
નવી દિલ્હીનો પોપર યુગાંશુ અગરવાલ
દહેરાદુનનો હિપ- હોપ ડાન્સર સંદીપ ધનાઈ
હલ્દવાની, ઉત્તરાખંડનો હિપ- હોપ ડાન્સર દીપક શાહી
હરિયાણાની પોપર હિમાંશી ગુરહેરિયા
કોલકતાનો પોપર રાજ કુમાર રામ
નવી દિલ્હીનો પોપર મનીષ યાદવ
નિર્જુલી, અરુણાચલ પ્રદેશનો લોકિંગ ડાન્સર સંદીપ શર્મા
અમદાવાદની વાકેર શ્રીલક્ષ્મી મુરલીધરન
શિલોંગનો એફ્રો ડાન્સર આયમોંલાંગ ખરજાના
કોલકતાનો પોપર રોશન બેનરજી
મુંબઈ હાઉસ ડાન્સર એલ્વિસ મેસ્કરન્હાસ
નવી દિલ્હીનો લોકિંગ ડાન્સર સૌરભ વર્મા
નવી દિલ્હીની પોપર જ્યોતિ ગુસાઈ
થાણેનો હિપ હોપ ડાન્સર દીપ દાસ
કોલકતાની વાકેર દલિયા ચૌધરી
નવી દિલ્હીનો ક્રમ્પર કરન નાથ
ફાઈનલિસ્ટો પર વધુ વિગતો માટે જુઓ www.redbull.in/danceyourstylefinalists
૨૦૧૯માં પેરિસમાં ઐતિહાસિક ગ્રાન્ડ હેલ દ લા વિલે ખાતે ફ્રાન્સે સૌપ્રથમ રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ વર્લ્ડ ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં દુનિયાભરમાંથી લગભગ ૪૦૦૦ લોકોએ હાજરી આપી હતી અને લગભગ ૩.૮ મિલિયન દર્શકોએ શો માણ્યો હતો, જેમાં ઉત્તમ ૩૯ ડાન્સરમાંથી ડચ ડાન્સર શિમશેન પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન નીવડ્યો હતો.
ગયા વર્ષે રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ ડિજિટલ બની હતી, જેમાં દુનિયામાં પહેલી જ વાર સ્ટ્રીટડાન્સ સ્પર્ધા સંપૂર્ણ ટિકટોક પર યોજાઈ હતી. છ સપ્તાહની આ ઈવેન્ટમાં ૪૭ દેશમાંથી લગભગ ૧૫૦૦ ડાન્સરોએ ભાગ લીધો હતો, જેમાં બ્રિટન કિરન લાઈ વિજેતા સાબિત થયો હતો.
રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ વિશે :-
રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલ અજોડ બેટલ ફોર્મેટ સાથેની વૈશ્વિક ઓલ- સ્ટાઈલ્સ સ્ટ્રીટ ડાન્સ ઈવેન્ટ સિરીઝ છે. હિપ હોપથી હાઉસ અને લોકિંગથી પોપિંગ સુધી ડાન્સરોએ અધધધ મોટી સંખ્યામાં રેડબુલ ડાન્સ યોર સ્ટાઈલમાં ભાગ લીધો હતો અને તેમના વોટ જીત્યા હતા. વર્તમાન વૈશ્વિક હિટ્સથી લઈ ક્લાસિક બીટ્સ સુધી શ્રેણીનાં અણધાર્યાં મુખ્ય પ્રવાહનાં ગીતો થકી ફ્રીસ્ટાઈલ અને સંગીતમય કળાની કસોટી કરતાં રેડ બુલ ડાન્સ યોર સ્ટાઈલમાં ડાન્સ ફ્લોર પર કોણ રાજ કરશે તે ટોળું નક્કી કરે છે.