કિંમતી સરકારી જમીનો અને લેન્ડ ગ્રેબિંગના કેસો સહિતની અગત્યની માહિતી મેળવી
અમદાવાદ જિલ્લામાં અસરકારક વેક્સિનેશન માટે તેમણે જીલ્લા કલેક્ટરને પણ શુભકામના પાઠવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.20
અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. મહેસૂલ મંત્રીએ ચાર્જ સાંભળતા જ તેઓ એક્શન મોડમાં આવી ગયા હતા ને અચાનક આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોચી ગયા હતા. આજે તેમણે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમણે અલગ અલગ કેસોની માહિતી મેળવી હતી સાથે સાથે વેક્સિનેશન અંગેની પણ માહિતી મેળવી હતી. અને વેક્સિનેશન માટે તેમણે જીલ્લા કલેક્ટરને પણ શુભકામના પાઠવી હતી. આજ મહેસૂલ મંત્રી એ કહ્યું હતું કે આજે મારો અચાનક આવવાનો હેતુ એ હતો કે કચેરી કેટલી ચોખી છે સ્વછતા કેવી છે. આ ઉપરાંત જનતા માટે બનાવેલા ટોઇલેટ સ્વચ્છ છે કે નહીં તે પણ ચેક કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા બહુ જ જરૂરી છે. આજે કલેકટર કચેરી એ સ્વછતા જોઈ મને ખુશી થઈ છે.
અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. આજે તેમણે કલેકટર ખાતે બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યુ હતું કે આજે મહેકમ ક્યાં ખૂટે છે તે અંગે આજે ચર્ચા કરવામાં આવી હતી. સરદારનગર ટાઉનશિપ અંગે માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે જે કેંદ ગ્રેબિંગ માટે મહત્વના કાયદા લાવ્યા છે તે અંગે આજે વિસ્તારથી માહિતી મેળવી છે લેન્ડ ગ્રેબિંગના કેસોની માહિતી મેળવી છે. સરકારે જે પણ લેન્ડ ગ્રેબિંગના કાયદા લાવ્યા છે તેમાં લોકોને કાયદાની બીક ઊભી થઈ છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની પણ માહિતી લીધી છે ક્યાં કેટલું નુકશાન થયું છે ચોમાસામાં તે અંગે પણ આજે જાણકારી મેળવી છે.
અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાંગલે
અમદાવાદ જીલ્લામાં વેક્સિનેશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટાભાગના લોકોએ વેક્સિન લઈ લીધી છે. હાલમાં જીલ્લામાં 83 ટકા જેટલું વેક્સિનેશન પૂરું થઈ ગયું છે. આ અંગે મહેસૂલ મંત્રી એ માહિતી મેળવી અને કલેક્ટર ને અભિનંદન પણ પાઠવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news