ઋષિકેશ પટેલેને આરોગ્ય અને પરિવાર, પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ તો, કનુ દેસાઇને નાણાં વિભાગની ફાળવણી
મહિલા મંત્રીઓ મનીષાબહેન વકીલને મહિલા અને બાળ કલ્યાણ તેમ જ નિમિષા સુથારને આદિજાતી વિકાસ વિભાગની ફાળવણી કરાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.16
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની પહેલી બેઠકમાં જ નવા મંત્રીઓને ખાતાઓની વિધિવત્ ફાળવણી કરવામાં આવી હતી. સાંજે 4-30 વાગ્યે મળેલી કેબિનેટની બેઠકમાં તમામ નવા મંત્રીઓને કેબિનેટ અને રાજયકક્ષાના હવાલાની સત્તાવાર ફાળવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટી વિભાગ સહિતના ખાતાઓનો હવાલો પોતાની પાસે રાખ્યો છે. રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો સંભાળનાર હર્ષ સંઘવીને સૌથી મહત્વના મનાતા એવા ગૃહવિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે તેમને રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગની ફાળવણી કરવામાં આવી છે. અન્ય કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, ઋષિકેશ પટેલેને આરોગ્ય અને પરિવાર, પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ તો, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, ઋષિકેશ પટેલને મહેસૂલ વિભાગ અને કનુ દેસાઇને નાણાં વિભાગની ફાળવણી કરવાામાં આવી છે.
તો, મહિલા મંત્રીઓ મનીષાબહેન વકીલને મહિલા અને બાળ કલ્યાણ તેમ જ નિમિષા સુથારને આદિજાતી વિકાસ વિભાગની ફાળવણી કરાઇ છે. આજે સાંજે 4-30 વાગ્યે નવા મંત્રીમંડળની કેબિનેટની સૌપ્રથમ બેઠક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં તમામ નવા મંત્રીઓ વિશેષ રીતે હાજર રહ્યા હતા.
આ અગાઉ આજે બપોરે ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં કુલ 24માંથી 10 જેટલા ધારાસભ્યોએ કેબિનટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, જયારે 14 જેટલા ધારાસભ્યોએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે તમામ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ સમારોહ બાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પણ નવા મંત્રીઓને તેમના યશસ્વી કાર્યકાળને લઇ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.
નામ | વિષય ફાળવણીની વિગત |
ભૂપેન્દ્ર પટેલ | સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો |
કેબીનેટ મંત્રીશ્રી | |
રાજેન્દ્ર ત્રિવેદી | મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
જીતુભાઈ સવજીભાઈ વાઘાણી | શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક |
રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલ | આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો |
પૂર્ણેશ મોદી | માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ |
રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ | કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન |
કનુભાઈ મોહનલાલ દેસાઇ | નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ |
કીરીટસિંહ જીતુભા રાણા | વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી |
નરેશભાઈ મગનભાઈ પટેલ | આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા |
પ્રદિપસિંહ ખનાભાઈ પરમાર | સામાજીક ન્યાય અને અધિકારીતા |
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ | ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ |
રાજયકક્ષાના મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો) | |
હર્ષ રમેશકુમાર સંઘવી | રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન |
જગદીશ વિશ્વકર્મા | કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી |
બ્રીજેશ મેરજા | શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ |
જીતુભાઈ હરજીભાઈ ચૌધરી | કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો |
મનીષાબેન વકીલ | મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા |
રાજયકક્ષાના મંત્રીશ્રી | |
મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ | કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ |
નિમિષાબેન સુથાર | આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ |
અરવિંદભાઈ રૈયાણી | વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ |
કુબેરભાઈ ડીંડોર | ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો |
કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા | પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ |
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર | અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો |
આર. સી. મકવાણા | સામાજીક ન્યાય અને અધિકારીતા |
વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ |
દેવાભાઈ પુંજાભાઈ માલમ | પશુપાલન અને ગૌ સંવર્ધન |
#bharatmirror #bharatmirror21 #news