મુખ્યમંત્રીશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના જારી કરી
સીએમ બન્યાના પહેલા જ દિવસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.13
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જરૂર પડયે એરફોર્સ, ફાયરબ્રિગેડ, એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એસડીઆરએફની ટીમોની પણ જરૂર પડયે વધારાની મદદ લેવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી એ જામનગર ના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકો ને એન ડી આર એફ ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જેને પગલે ગણતરીના કલાકોમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાવડાવી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તેમણે રાજકોટ માં ભારે વરસાદ ને કારણે આજી 2 ડેમ ની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારો ના લોકો ને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર ને તાકીદ કરી હતી. રાજકોટ માં 1155 લોકો જે આજી ના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરી ને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રી ના ઓ એસ ડી શ્રી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.
#bharatmirror #bharatmirror21 #news