સીએમ પદ છોડયાના બીજા જ દિવસે વિજયભાઇ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી પોતાની બહેનના ત્યાં પારણાં કરાવવા પહોંચ્યા
આ મુલાકાતમાં કોઈ પ્રકારનો વીવીઆઇપી જેવો ઝાકમઝોળ કે તામજોમ પણ ન હતો. બહેનને મળવા આવેલા ભાઈની આ એક સાદગીભરી મુલાકાત હતી. એક જ દિવસમાં તેમની સાથે રહેતો ગાડીઓનો કાફલો પણ ઓછો દેખાયો, જે વિજયભાઇ રૂપાણીના સરળ, સૌમ્ય અને સહજ સ્વભાવની ચાડી ખાતો હતો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રી વિજયભાઇ રૂપાણી આજે બીજા જ દિવસે જાહેરજીવનમાં જોવા મળ્યા હતા. હાલ પર્યુષણનું પવિત્ર પર્વ ચાલી રહ્યુ હોઇ અને શ્રી વિજયભાઇ રૂપાણીના બહેન અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા હોઇ તેઓ તેમના ઘેર પારણાં કરાવવા માટે પહોંચ્યા હતા. જો કે, આ મુલાકાત બિલકુલ સાદગીપૂર્ણ, સૌમ્ય અને સીએમના ઝાકમઝોળ વિનાની સાહજિક રહી હતી. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એક જ દિવસમાં શ્રી વિજયભાઇ રૂપાણીની લાઇફસ્ટાઇલ બદલાયેલી સ્પષ્ટ નજરે પડતી હતી., તેમની સાથે વધારાની ગાડીઓનો કોઇ કાફલો કે અન્ય કોઇ હાઇપ્રોફાઇલનેસનો દંભ વર્તાતો ન હતો. બીજીબાજુ, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમનું નામ નક્કી ના થાય અને ગુજરાતના નવા મુખ્યમંત્રી વિધિવત્ શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી રાજયપાલ દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણીને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા સૂચના આપી હોઇ તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા છે પરંતુ તેમછતાં શ્રી રૂપાણીની લાઇફસ્ટાઇલમાં સીએમ પદેથી ઉતર્યા બાદનો બદલાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકનો વિજય રૂપાણીનો આખરે પૂરો થયો છે. મુખ્યમંત્રી પદ છોડયાના બીજા જ દિવસે આજે તેઓ જાહેરજીવનમાં સૌપ્રથમવાર સામે આવ્યા ત્યારે સૌકોઇમાં નોંધનીય બની રહ્યા હતા. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એક જ દિવસમાં તેમની લાઈફસ્ટાઈલ જાણે બદલાઈ ગઈ હોય તેમ તેમની તેઓ સાદગી રીતે જાહેરજીવનમાં જોવા મળ્યા હતા. આજે સવારે તેઓ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેમની બહેનના ઘરે પારણા કરાવવા પહોંચ્યા હતા. રાજીનામા બાદ બીજા દિવસે વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે તેમના બહેનના ઘરે પહોંચ્યા હતા. હાલ જૈનોનું ખાસ પર્વ પર્યુષણ ચાલી રહ્યુ છે, ત્યારે વિજય રૂપાણી આ માટે બહેનના ઘરે આવ્યા હતા. તેઓ બહેનના ઘરે પોણા કલાક જેટલુ રોકાયા હતા. જેમાં તેઓ પરિવાર સાથે આનંદની પળો માણતા દેખાયા હતા.
મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ હવે જો તેમની બોડી લેંગ્વેજની વાત કરીએ તો તેમણે મીડિયાને માત્ર અભિવાદન કર્યુ હતું. તેઓ બહેનના ઘરમાંથી ગાડીમાંથી બેસીને ડાયરેક્ટ જવા નીકળી ગયા હતા. પ્રોટોકોલ મુજબ એકદમ સાદગીપૂર્ણ મુલાકાત હતી. એક જ દિવસમાં તેમની લાઈફસ્ટાઈલ જાણે બદલાઈ ગઈ હતી. આ મુલાકાતમાં કોઈ પ્રકારનો વીવીઆઇપી જેવો ઝાકમઝોળ કે તામજોમ પણ ન હતો. બહેનને મળવા આવેલા ભાઈની આ એક સાદગીભરી મુલાકાત હતી. એક જ દિવસમાં તેમની સાથે રહેતો ગાડીઓનો કાફલો પણ ઓછો દેખાયો હતો., જે વિજયભાઇ રૂપાણીના સરળ, સૌમ્ય અને સહજ સ્વભાવની ચાડી ખાતો હતો.
બહેનના ઘરેથી નીકળી તેઓ સીધા દિલ્હીથી આવેલા નિરીક્ષકોની મુલાકાત માટે મુખ્યમંત્રી બંગલે પહોંચ્યા હતા. આ નિરીક્ષકોએ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યા સુધી રાજયના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ન લેવાય ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવશે. રાજયપાલે આ માટે જરૂરી સૂચના પણ તેઓને ગઇકાલે જ આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news