સરળ, સહજ અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીના જીવનની રસપ્રદ વાતો પણ એટલી જ નોંધનીય રહી છે
સને 1976માં ખૂબ જ નાની વયે શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકઆંદોલનો દરમ્યાન ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે જેલવાસ પણ વેઠયો હતો પરંતુ સિધ્ધાંતની રાહ પરથી ડગ્યા ન હતા
સરળ, સહજ અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતાં શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી તરીકે સ્વચ્છ અને સ્પષ્ટ છાપ છોડવામાં એક રીતે સફળ રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન તેમની પર કોઇ દાગ કે ધબ્બો લાગવા દીધો નથી. તેમનું વ્યકિતત્વ જેટલુ સીધુ અને સરળ છે, તેટલો જ જીવનમાં તેમણે સંઘર્ષ પણ કર્યો છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.11
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતભરમાં હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સરળ, સહજ અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતાં શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી તરીકે સ્વચ્છ અને સ્પષ્ટ છાપ છોડવામાં એક રીતે સફળ રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન તેમની પર કોઇ દાગ કે ધબ્બો લાગવા દીધો નથી. તેમનું વ્યકિતત્વ જેટલુ સીધુ અને સરળ છે, તેટલો જ જીવનમાં તેમણે સંઘર્ષ પણ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરથી શરૂ કરેલી ભાજપની સફરમાં તેઓ મુખ્યમંત્રીપદ સુધી ટોચ પર પહોંચ્યા અને અનેકવિધ કામો કરી લોકચાહના પણ મેળવી. તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે, વિજય રૂપાણીનો જન્મ ભારતમાં નહીં પરંતુ બર્માના રંગૂનમાં થયો હતો. વર્ષ 1956માં જન્મેલા રૂપાણી બર્મીસ છે. તેઓ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. સને 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે અને ભાજપમાં પણ બહુ મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનના જોરદાર વિવાદ અને રાજકીય ઘમાસાણા વચ્ચે વર્ષ 2016માં ગુજરાતનાં રાજકારણમાં અચાનક તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. ગત તા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે સત્તા કબ્જે કરતાં 2018ના જાન્યુઆરીમાં તેઓ બીજીવાર રાજયના મુખ્યમંત્રી બન્યા હતા. આમ, મુખ્યમંત્રી તરીકેનો તેમનો કુલ કાર્યકાળ પાંચ વર્ષ અને 36 દિવસનો રહ્યો હતો.
સૌથી રસપ્રદ વાત એ છે કે, બહુ ઓછા લોકોને ખબર હશે કે, શ્રી વિજયભાઇ રૂપાણીનો જન્મ ભારતમાં નહીં પરંતુ બર્માના રંગૂનમાં થયો હતો. વર્ષ 1956માં જન્મેલા રૂપાણી બર્મીસ છે. તેઓ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. સને 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે. બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે.
કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થયેલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી તે દરમ્યાન ભારે લોકચાહના પણ મેળવી અને પોતાની સ્વચ્છ, સરળ અને સ્પષ્ટ છબી જાળવી રાખી તે સૌથી મહત્વનું છે.
સને 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા, તે પણ નોંધનીય હતું. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે પોતાના વતન રાજકોટ અને સૌરાષ્ટ્રના હિતમાં સારા એવા નિર્ણયો કર્યા હતા. જેના કારણે તેમની લોકચાહના વધી હતી.
#bharatmirror #bharatmirror21 #news