“પ્રજાના હિત અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ જ અમારો મૂળ ઉદ્દેશ છે” -ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
વસ્ત્રાલ સબ ઝોનલ ઓફિસ આ વિસ્તારના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે ત્યારે તેના થકી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થશે
જીમ એરીયા, ૯૫૦ મીટરનો વોકિંગ ટ્રેક, અને બાળકો માટેના રમત-ગમતના સાધનોથી સજ્જ બગીચો આનંદ પ્રમોદનું કેન્દ્ર બનશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, શહેરીજનોની સુખારીમાં વધારો થાય તેવા વિકાસકામોને અમે પ્રાથમિકતા આપી છે. દિન પ્રતિદિન વિકસતું અમદાઅવાદ શહેર વિશ્વના નક્શામાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત શહેરીજન સુખાકારીમાં વધારો થતો રહે એવા પરિણામલક્ષી પ્રયાસ કરવામાં આવ્યા છે અને તેને પગલે શહેરીજનો નવી સુવિધાઓ મેળવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમજ રાત દિવસ સતત કામ કરીને આજે અમદાવાદ શહેર વિકાસમાં હરણફાળ ભરીને પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત નિર્મિત અધતન સબ ઝોનલ ઓફિસ અને રામોલ હાથીજણ વિસ્તારમાં નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બન્ને વિસ્તારોનો સુનિયોજિત વ્કાસ એ અમારી પ્રાથમ્કતા છે. તેના ભાગરૂપે પૂર્વમાં અંદાજિત ૪૪૬.૨૦ લાખ ના ખર્ચે બનેલી અધતન સબ ઝોનલ ઓફિસ એ આ વિસ્તારના નગરિકો માટે ખૂબ ઉપયોગી રહેશે. વસ્ત્રાલના વિકાસનું કેન્દ્ર આ ઓફિસ છે ત્યારે તેના થકી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થશે.
રામોલ હાથીજણ વિસ્તારમાં રૂ. 1.12 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેર વચ્ચે બગીચા એ સૂંદરતામાં તો વધારો કરે જ છે પરંતુ બાળકો-વૃધ્ધજનો સહિત અન્ય લોકો માટે આનંદ પ્રમોદનું કેન્દ્ર પણ પુરવાર થાય છે. રામોલમાં નિર્માણ પામેલો આ બગીચો એ અહીંના વિસ્તારમાં રહેતા લોકો માટે આનંદ પ્રમોદ,આરોગ્ય, અને સુખાકારીમાં વધારો કરશે.આ બગીચામાં ઘણા બધા વિવિધ પ્રકારના ફુલ છોડ અને તેમજ જીમ એરીયા, ૯૫૦ મીટરનો વોકિંગ ટ્રેક, અને બાળકો માટેના રમત-ગમતના સાધનો નો સમાવેશ થાય છે., આ બધી જ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બગીચો લોકો માટે સાચા અર્થમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે એક સાચો વિકલ્પ પુરવાર થશે. આ બગીચાનું સતત જતન અને સંવર્ધન થતું રહે તેવી ઈચ્છા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, દંડક શ્રી અરુણ સિંહ રાજપુત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓના ચેરમેનશ્રી-ડેપ્યુટી ચેરમેનશ્રીઓ તથા પદાધિકારીઓ, તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news