મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમાર ની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક સંપન્ન
નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, , જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની આરોગ્ય લક્ષી કામગીરીથી માહિતગાર કર્યા
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને વરિષ્ઠ સચિવશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.7
નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા,ડિજિટલ સેવા સેતુ સહિતના ક્ષેત્ર માં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની સઘન આરોગ્ય લક્ષી કામગીરી ને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ ની વિગતો થી માહિતગાર કર્યા હતા.
નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતે એફ.ડી આઇ માં જે અનન્ય સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ.
શ્રી રાજીવ કુમારે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને સ્થિત સી.એમ. ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા SIRને સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, મુખ્ય મંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સચિવ શ્રી અશ્વિનિ કુમાર, અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ) શ્રી મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ (મહેસુલ) શ્રી કમલ દયાની, અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) શ્રી મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ (ઉચ્ચ શિક્ષણ) શ્રી એસ. જે. હૈદર, અગ્ર સચિવશ્રી (ઉર્જા) સુશ્રી મમતા વર્મા, સચિવ (ગ્રામ વિકાસ) સુશ્રી સોનલ મિશ્રા, સચિવ (કૃષિ) શ્રી મનીષ ભારદ્વાજ, સચિવ (પાણી પુરવઠા) શ્રી ધનંજય દ્વિવેદી, સચિવશ્રી (પ્રાથમિક શિક્ષણ) ડૉ. વિનોદ રાવ, સચિવ (આયોજન) શ્રી રાકેશ શંકર, સચિવ (સાયન્સ એન્ડ ટેકનોલોજી) શ્રી વિજય નહેરા, સચિવ (સિંચાઈ) શ્રી એમ. કે. જાદવ અને સચિવ (પશુપાલન) શ્રી નલિન બી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news