પથિક લીંબાચીયા, અમદાવાદ:
04 એપ્રિલ 2026:
વડોદરાની ઝાયડસ હૉસ્પિટલ, ન્યુરો સાયન્સ ક્ષેત્રમાં અવિરતપણે પોતાનું યોગદાન આપી રહી છે. જેમાં હાલમાં ત્યાંની ન્યુરોસાયન્સ ટીમ દ્વારા ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન (DBS) સર્જરી કરવામાં આવી. DBS મુખ્યત્વે પાર્કિન્સન રોગથી પીડિત દર્દીની સારવાર માટે કરવામાં આવે છે. ટીમમાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સના સ્પેશિયાલિસ્ટ ડૉ. સુભોરિત ભૌમિક, ન્યુરોસર્જન ડૉ. રાકેશ જસાણી, ન્યુરો-એનેસ્થેટિસ્ટ ડૉ. ભદ્રેશ પટેલ અને સિનિયર ન્યુરોસર્જન, ડૉ. નરેન નાયક સહિતના નિષ્ણાતો સામેલ હતા. ઝાયડસ હોસ્પિટલ વડોદરા ખાતે આ પ્રથમ DBS સર્જરી હતી, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ટીમે શહેરમાં આવી અનેક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આ મિનિમલી ઇન્વેસિવ સર્જરીમાં મગજના ચોક્કસ ભાગોમાં પાતળા ઇલેક્ટ્રોડ મૂકીને વાયર દ્વારા છાતીમાં મૂકાયેલા પેસમેકર સાથે જોડવામાં આવે છે. આખી સિસ્ટમ શરીરની અંદર ગોઠવાયેલી હોવાથી બહારથી દેખાતી નથી. ઇલેક્ટ્રોડ મૂકતી વખતે દર્દીને જાગૃત રાખીને, ઓપરેશન થિયેટરમાં જ તેની અસરોનું નિરીક્ષણ થાય છે. થોડા અઠવાડિયા બાદ પેસમેકર ચાલુ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોડ દ્વારા ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સથી લક્ષણોમાં સુધારો થાય છે.
દવાઓથી પૂરતો ફાયદો ન મળતા દર્દીઓ માટે DBS અસરકારક વિકલ્પ છે, જે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે. વધુ દવાઓથી આડઅસરો જેમ કે ડિસ્કેનેસીયા થઈ શકે છે અને ધ્રુજારી કે દુ:ખાવાથી દૈનિક કામમાં મુશ્કેલી પડે છે. સર્જરી પહેલાં મૂવમેન્ટ ડિસઓર્ડર નિષ્ણાતની સલાહ લેવી અત્યંત જરૂરી છે. દર્દીઓની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ 13 ન્યુરોસ્પેશિયાલિસ્ટની વિશાળ ટીમ ઝાયડસ વડોદરામાં વિવિધ સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #NeurosciencesAreaZaydsHospitalVadodaraNoVoAyam #dbs #DeepBrainStimulationSurgery #Neuroscience #ZaydsHospital #Vadodara #ParkinsonsDisease #ahmedaba



