પથિક લીંબાચીયા, અમદાવાદ:
01 એપ્રિલ 2026:
ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગની સ્મૃતિમાં આયોજિત પાંચ દિવસીય ‘માધવપુર ઘેડ મહોત્સવ’ (૨૭ માર્ચ થી ૩૧ માર્ચ, ૨૦૨૬) આજે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “વિકસિત ગુજરાત” ની થીમ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો છે.

પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતના સાંસ્કૃતિક સેતુ સમાન આ ઉત્સવમાં કલાત્મક રેતકલા (Sand Art) અને વિવિધ રાજ્યોની લોકકલાઓના સંગમે માધવપુરને એક જીવંત ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિશ્વભરમાં ઉજાગર કર્યું છે.

આ મહોત્સવમાં પધારેલા કલાકારો માટે “અતિથિ દેવો ભવ:” ની પરંપરાગત મહેમાનગતિ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે. કલાકારોના રોકાણ માટે નામાંકિત ખાનગી હોટલોમાં અત્યંત આરામદાયક અને સ્વચ્છ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓને ઘર જેવો આત્મીય અનુભવ મળી રહે. ભોજન વ્યવસ્થામાં પણ વિશેષ કાળજી લેતા, કલાકારોના આરોગ્ય અને રુચિને અનુરૂપ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ સમયસર પીરસવામાં આવી હતી.

દૂર-દૂરથી પધારેલા કલાકારો માટે સુવ્યવસ્થિત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી, જેથી તેઓ રિહર્સલ અને કાર્યક્રમ સ્થળે સરળતાથી અવરજવર કરી શકે. ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરાયેલા ‘સુવિધા હેમ્પર’ એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમની સુવિધા માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યા હતા. ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા ૨૪ કલાક સતત સંકલન અને દેખરેખ રાખવામાં આવી હતી, જેના પરિણામે કોઈ પણ પ્રકારની અસુવિધા વગર તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

માધવપુર ઘેડ ૨૦૨૬ એ આધુનિક વ્યવસ્થાપન, હવે માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા, પ્રવાસન ક્ષેત્રે આતિથ્ય સત્કાર (Hospitality) અને ઈવેન્ટ મેનેજમેન્ટની નવી ઊંચાઈઓ પ્રસ્થાપિત કરતું એક સબળ માધ્યમ સાબિત થયું છે. શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને આત્મીય મહેમાનગતિના આ ત્રિવેણી સંગમે માધવપુરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર એક નવી અને પ્રતિષ્ઠિત ઓળખ અપાવી છે. આ સફળ મોડેલ આગામી સમયમાં મોટા પાયે આયોજિત થતા પ્રવાસન ઉત્સવો માટે વ્યવસ્થાપનનું એક ઉત્કૃષ્ટ પ્રેરણારૂપ ભાથું બની રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Madhavpurghedmahotsav-2026 #Bhakti-Culture-Traditional-HospitalityTriveni SangamMadhavpur Mela #Madhavpurghed-2026 #Madhavpurghedmahotsav #Madhavpur Mela #LordShriKrishna #MotherRukmini #Madhavpurghedmahotsav #OneIndia #BestIndia #DevelopedGujarat #Memorial of the Marriage of LordShriKrishna-MotherRukmini #Hospitality #SandArt #ahmedaba




