પથિક લીંબાચીયા, અમદાવાદ:
10 એપ્રિલ 2026:
GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા ૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલાજ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. CED તાલીમ કેન્દ્રના મેજિકલ ટ્રેન્ડનાસ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટે સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું.

ગુજરાત હંમેશા તેના પરંપરાગત રત્નો અને જ્વેલરી માટે પ્રખ્યાત રહ્યું છે અને GCCI દ્વારા આયોજિત વર્કશોપમાંતાલીમાર્થીઓને અનુભવી ટ્રેનર પાસેથી આ હસ્તકલા શીખવાની અને પ્રસ્તુત તાલીમ નો ઉપયોગ પોતાનો વ્યવસાયશરૂ કરવા અથવા કોઈ હેતુપૂર્ણ રોજગાર મેળવવા માટે કરવાની તક પ્રાપ્ત થયેલ છે. GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના ચેરમેન શ્રી વિપુલભાઈ મહેતાએ અઠવાડિયા સુધી ચાલેલા વર્કશોપબાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી તેમજ ઉમેર્યું હતું કે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ આવા ઘણાઅર્થપૂર્ણ પ્રોજેક્ટ્સનું આયોજન કરવા કટિબદ્ધ છે.

સમાપન સમારોહમાં, GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ ગાંધીએ તમામ તાલીમાર્થીઓને “તાલીમપ્રમાણપત્ર” અર્પણ કર્યા હતા અને તેઓના પ્રયાસો બદલ સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપ્યા હતા અનેસફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સને તાલીમનું આયોજન કરવા બદલઅભિનંદન આપ્યા હતા અને શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટનો પણ કિંમતી સમય ફાળવી આ તાલીમ પુરી પાડવા માટેઆભાર માન્યો હતો.
GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે પણ વર્કશોપના સમાપન સત્રમાં હાજરી આપી હતી અને તમામ સફળતાલીમાર્થીઓને અભિનંદન આપ્યા હતા. સાત દિવસની વ્યાપક તાલીમમાં હસ્તકલા જ્વેલરીના વિવિધ પાસાઓ જેમ કે ગુંથણી, લટકણ/ઢીંગલી, છેડીયુ,ગળાનો હાર, કાનની વીંટી અને વાળના એસેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GCCIorganizedCertificateTraining #GCCIGems #JewelryTaskforceOrganized #gcci #HastakalaJewelryWorkshop” #GCCIorganizedCertificateTrainingHastakalaJewelryWorkshop #ahmedaba


