- સ્પેશ્યલ એઆઇએ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો – મુખ્ય સૂત્રધાર કેતન દવે સહિતના છ આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ નહી પ્રસ્થાપિત થતાં કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકયા
- રાજકોટની નકલી નોટોના કૌભાંડમાં બચાવપક્ષ તરફથી એડવોકેટ રાજેશ મોદીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો જાહેર કર્યો કૌભાંડની તપાસ એઆઇએને ટ્રાન્સફર થઇ હતી
અમદાવાદ: 13 એપ્રિલ 2026:
વર્ષ ૨૦૧૭માં રાજકોટમાંથી કરોડો રૃપિયાની બનાવટી ચલણી નોટો પકડાવાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે મુખ્ય આરોપી કેતન દવે સહિતના તમામ છ આરોપીઓને પુરાવના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. એનઆઇએ કોર્ટના સ્પેશ્યલ જજ એમ.પી.પુરોહિતે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપીઓ વિરૃધ્ધ તેમની ગુનામાં સંડોવણી અને તેમની વિરૃધ્ધનો આરોપ પુરવાર કરતાં પુરાવાઓ અને મટીરીયલ્સનો સ્પષ્ટ અભાવ વર્તાય છે ત્યારે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે.

કરોડો રૃપિયાની બનાવટી ચલણી નોટોના ચકચારભર્યા કેસની વિગતો મુજબ, મૂળ ફરિયાદી નીતિનભાઇ બાવાભાઇ સાથે કોઇ અજાણી વ્યકિતના રોકડ વ્યવહારના પગલે વિવાદ સર્જાયો હતો. જેમાં ફરિયાદીને આરટીજીએસ સામે રોકડ રકમ આપવાનું ટ્રાન્ઝેકશન સંપન્ન નહી થતાં ફરિયાદી તરફથી રાજકોટ એ ડિવીઝન પોલીસમથકમાં કાયદેસર એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં કેસની તપાસ દરમ્યાન ગત તા.૨૪-૨-૨૦૨૬ના રોજ પોલીસને મોટી સફળતા મળી હતી. આ કેસમાં જે મુખ્ય આરોપી કેતન દવે હતો તેની ઓફિસમાંથી પોલીસને દરોડા દરમ્યાન રૃ.૨૦૦૦ના દરની કુલ ૫૭, ૬૦,૦૦૦ની કિંમતની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેને પગલે આ કેસમાં આઇપીસીની કલમ-૪૮૯નો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. કૌભાંડની તપાસ પોલીસે ચાલુ રાખતાં ગત તા.૩-૩-૨૦૧૭ દરમ્યાન પોલીસને એક સ્કોડા ગાડીમાંથી વધુ ચાર કરોડ રૃપિયાની બનાવટી નોટો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
કરોડો રૃપિયાની બનાવટી ચલણી નોટો અને તેના આંતરરાષ્ટ્રીય કનેકશનની આશંકાને જોતાં સમગ્ર કેસની તપાસ એનઆઇએ(નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર કેસમાં રાજકોટથી અમદાવાદની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદપક્ષ તરફથી કુલ ૪૬ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. બીજીબાજુ, આરોપીપક્ષ તરફથી છ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા, જેમાં બચાવ પક્ષ તરફથી એડવોકેટ રાજેશ મોદીએ દલીલો કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં તપાસ એજન્સી દ્વારા મહત્ત્વના સાક્ષીઓની તપાસ જ કરવામાં આવી નથી.
સરકારી સાક્ષીઓની જુબાનીઓમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળ્યો છે. વળી, ફરિયાદપક્ષના જે સાક્ષીઓ છે, તે તેમના પરિચિત હોઇ તેની પર વિશ્વાસ રાખી શકાય નહી કે તેને વિશ્વસનીય માની શકાય નહી. વળી, તપાસનીશ એજન્સી દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે છેડછાડ થઇ હોવાની પણ આશંકા નકારી શકાતી નથી. કેસના ટ્રાયલ દરમ્યાન એવા કોઇ પુરાવા અદાલતના રેકર્ડ પર રજૂ કરી શકાયા નથી કે, જેના આધાર પર આરોપીઓને ગુનેગાર ઠરાવી શકાય કે તેમની વિરૃધ્ધનો કેસ પુરવાર થતો હોય તેવું જણાય. તેથી કોર્ટે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી તમામ આરોપીઓને છોડી મૂકવા જોઇએ. તમામ પક્ષકારોની રજૂઆત અને દલીલો સાંભળ્યા બાદ સ્પે. એનઆઇએ કોર્ટે કરોડો રૃપિયાની બનાવટી ચલણી નોટોના કૌભાંડના તમામ છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #All6accusedinthefakecurrencynotescam #fakecurrencynotescam #accusedinnocent #accusednotbeenacquitted #importantverdictofspecialAIAcourt #Rajkotdirtynotescam



