- સેશન્સ કોર્ટે પીડિતા અને આરોપી વચ્ચેના જૂના સંબંધો જવાબદાર હોવાનું ઠરાવ્યું, આરોપી તરફથી એડવોકેટ અમિત એલ.પાટણવાડિયાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂકયો
- ફરિયાદી પીડિતાનો પુરાવો જ માનવાલાયક નહી હોઇ તેમ જ સાહેદોનું પણ તેને સ્વતંત્ર સમર્થન નથી ત્યારે ફરિયાદપક્ષનો કેસ નિશંકપણે પુરવાર થતો નથી
અમદાવાદ: 04 એપ્રિલ 2026:
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં દુષ્કર્મના એક કેસમાં સેશન્સ કોર્ટે ભોગ બનનાર પરિણિતા કે જેણે આરોપી સાથેના પ્રેમસબંધના કારણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઇને પોતાની મરજીથી શરીરસંબંધ બાંધ્યા હોવાનું તારણ આપી આરોપી મહેશભાઇ કાંતિભાઇ વોરાને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ જે.આઇ.પટેલે જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી પીડિતાનો જ પુરાવો માનવા લાયક નહી હોઇ તેમ જસાહેદોનું પણ તેને સ્વતંત્ર સમર્થન નથી ત્યારે ફરિયાદપક્ષનો કેસ નિશંકપણે પુરવાર થતો નથી.

સેશન્સ કોર્ટે વધુમાં એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અત્રે એ ચોક્કસ નોંધવુ ઘટે કે, હાલના સમયમાં પરિણિત પુરૃષો દ્વારા પરિણિત કે અપરિણિત સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધતા જાય છ ત્યારે આવા કિસ્સાઓને હળવાશથી લઇ શકાય નહી પરંતુ પ્રસ્તુત કેસમાં ભોગ બનનારનો આરોપી સાથે ઘણો જૂનો પ્રેમસબંધ પણ જવાબદાર છે અને તે પ્રેમસંબંધના કારણે ભોગ બનનાર પીડિતા આરોપીને વશ થઇને રહેતા હોવાનું ફલિત થાય છે. ભોગ બનનારના કથન મુજબ, ફરિયાદ સમયે તેની ઉમંર ૨૦ વર્ષની હતી અને તે પોતાનું સારુ-નરસુ સારી રીતે સમજી શકે તેવી સંપૂર્ણ સભાન અવસ્થામાં હતી.
કેસની વિગતો મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરિણિતાને આરોપી મહેશ વોરા સાથે પ્રેમસંબંધ હતો. પરિણિતા પોતે પણ પરણેલી હતી અને તેને એક દિકરી હતી. તો, આરોપી પણ પરણિત હતો અને તેને પણ સંતાનમાં એક દિકરી હતી. બંને જણાં અવારનવાર ચોરીછૂપીથી મળતા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ, આરોપીએ તેને લાલચ આપી હતી કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે. હું લગ્ન કરીને તને અને તારી દિકરીને મારી સાથે રાખીશ. આરોપીની વાતોમાં આવી પરિણિતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને આરોપી સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. જો કે, પરિણિતાની લગ્ન કરવાની વારંવારની વિનંતીને નહી માનતાં આખરે પીડિતાએ અમરાઇવાડી પોલીસમથકમાં આરોપી વિરૃદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આરોપીપક્ષ તરફથી એડવોકેટ અમિત એલ.પાટણવાડિયાએ જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદ પાયાવિહોણી અને બદઇરાદાપૂર્વકની છે. કારણ કે, તેણે સ્વેચ્છાએ તેની સાથેના પ્રેમસંબંધમાં આ સબંધો રાખ્યા હતા. જેથી તેમાં કોઇ દુષ્કર્મનો ગુનો બનતો નથી. આ સહમતીપૂર્વકના સંબંધો હતા.. પીડિતા તેની મરજીથી જ આરોપી સાથે સંબંધ રાખતી હતી અને તે પોતે પુખ્ત હતી અને પોતાનું સારૂ-નરસું સમજી શકતી હતી. તેથી સહમતિપૂર્વકના સંબંધોમાં દુષ્કર્મનો ગુનો લાગુ પડી શકે નહી. આરોપી તરફથી એડવોકેટ અમિત એલ.પાટણવાડિયાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે પણ ફરિયાદપક્ષના પુરાવાને માનવાનો ઇન્કાર કરી જણાવ્યું હતું કે, ભોગ બનનાર અને આરોપી વચ્ચે જે સંબંધો હતા, તે ભોગ બનનારની મરજી મુજબના અને સંમંતિથી હતા અને તેણી ઘણા લાંબા સમયથી આરોપીની સાથે સંબંધ ધરાવતી હતી તેથી ફરિયાદપક્ષના કેસની હકીકત નિશંકપણે પુરવાર થતી નથી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Courtacquitsloverinrapecaseoffersconsensualrelationshipsolution #rapecase #sessionscourt #ahmedaba



