પથિક લીંબાચિયા, અમદાવાદ:
31 માર્ચ 2026:
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી) ની ભવ્ય ઉજવણી *2 એપ્રિલ, 2026,ગુરુવારના રોજ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે *20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.

સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે સમગ્ર દિવસ ભંડારો યોજાશે.
મંદિરનું વિશેષ વર્ણન:
આ મંદિરનું *23 ઓગસ્ટ, 2024ના રોજ *લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં *હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે *હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળલોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાયેલો, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે.

મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે.
બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને *દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં *3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમાંદો લોકોને સેવા પૂરી પાડે છે.
આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.
- દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.
- દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું.
- હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.
મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ShriSankatmochanMahavirTemple #Rancharda #Ahmedabad #HanumanPrakototsav #HanumanJayanti #Sunderkand #NeebKaroriBaba #BabaNeebKaroriMaharajji #NeebKaroriBabaTemple





