- હનુમાનજી જન્મોત્સવને લઇ મારૃતિ યજ્ઞા, દાદાની શોભાયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, ભોજન-પ્રસાદ સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનુ આયોજન
- હનુમાનજી જન્મોત્સવ નિમિતે દાદાને ૧૫૧ કિલો કેકનો પ્રસાદ ધરાવાશે, દેશ-વિદેશમાંથી સાત લાખથી વધુ શ્રદ્ધાળુ ભકતો દાદાના દર્શનાર્થે ઉમટે તેવી શકયતા
અમદાવાદ: 31 માર્ચ 2026:
ગાંધીનગર જિલ્લાના ડભોડા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હુનમાનજી મંદિર ખાતે તા.૨ જી એપ્રિલના રોજ હનુમાન જ્યંતિ નિમિતે દાદાનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેલના ૧૧૧૧ ડબ્બાનો મહાઅભિષેક કરવામાં આવશે. હનુમાનજી જન્મોત્સવને લઇ મારૃતિયજ્ઞા, દાદાની શોભાયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, ભોજન-પ્રસાદ ભંડાર સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે હનુમાનજી દાદાના જન્મોત્સવ પ્રસંગે ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો દાદાના દર્શન અને આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે.

આ અંગે શ્રી ડભોડિયા હનુમાનજી દાદા મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ એકખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાનું મંદિર અતિ પ્રાચીન અને આશરે ૧૨૦૦ વર્ષ જૂનુ પૌરાણિક છે. હાલ મંદિરનો જીર્ણોધ્ધાર કરી તેનું નવુ કાયાકલ્પ કરવામાં આવ્યું છે. તો, તા.૨ જી એપ્રિલે હનુમાનજી દાદાનો જન્મોત્સવ હોઇ મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કારણ કે, દર વર્ષે હનુમાનજી જન્મોત્સવ નિમિતે ડભોડિયા હનુમાનજી દાદાના દર્શન કરવા પાંચ લાખ જેટલા ભકતો દેશ-વિદેશથી આવતા હોય છે. આ વર્ષે પણ શ્રધ્ધાળુ ભકતોનો આંક છથી સાત લાખને પાર જાય તેવી શકયતા છે.

શ્રી ડભોડિયા હનુમાનજી દાદા મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, તા.૨ જી એપ્રિલે હનુમાનજી દાદાના જન્મોત્સવ દિને વહેલી સવારે પાંચ વાગ્યે સ્વયભૂ ડભોડિયા હનુમાનજી દાદાની મંગળા આરતી કરવામાં આવશે, ત્યારબાદ મંદિર પ્રાંગણમાં જ મારૃતિ યજ્ઞા અને હવનું આયોજન છે. સવારે ૮-૩૦ વાગ્યાથી ડભોડિયા હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે ડભોડાના માર્ગો પર ફરી નિજમંદિરે પરત ફરશે. બીજીબાજુ, સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય મહાઅભિષેક કરવામાં આવશે. બપોરે ૧૧-૪૫ વાગ્યે દાદાના મંદિરે ધ્વજારોહણ અને બપોરે ૧૨-૦૦ વાગ્યે ડભોડિયા હનુમાનજી દાદાની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ડભોડિયા હનુમાનજી દાદાને ૧૫૧ કિલોની કેક મહાપ્રસાદ સ્વરૃપે ધરાવવામાં આવશે. સાંજે અને રાત્રિના સમયે દાદાના જન્મોત્સવની ઉજવણીના ભાગરૃપે ફટાકડા-આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય હનુમાનજી જન્મોત્સવ નિમિતે દેશ-વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદ-ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે સ્થિત આ સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાનો ઇતિહાસ, ચમત્કાર અને મહાત્મ્ય બહુ અદ્ભુત છે અને તેને લઇને જ લાખો શ્રધ્ધાળુ ભકતોમાં દાદા પ્રત્યે બહુ મોટી આસ્થા અને વિશ્વાસ છે. દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દર વર્ષે દાદાના દર્શનાર્થે આવતા હોય છે અને દાદાના દર્શન માત્રથી તેમના આશીર્વાદ અને કૃપા માત્રથી ભકતોના ધાર્યા કામ પાર પડી જતા હોય છે, જેને લઇ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાની પ્રસિધ્ધિ જગવિખ્યાત બની રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #HanumanJanmotsav #DabhodiyaHanumanji #HanumanjiMahaAbhisheka #MarutiYagya #HanumanjiNiShobhaYatra #HanumanjiNiMahaAarti #HanumanjiNiDhvaJarohan #RAM #JAYSHRIRAM #ahmedaba




