- ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજય ન્યાયતંત્રની નોંધનીય સિધ્ધિ
- ઘી કાંટા ફોજદારી કોર્ટમાં પણ હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ મેટ્રો. મેજિ. એસ.જે.પંચાલ અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ રૃ.૨૦૩ કરોડથી વધુ રકમના રૃ.૧,૧૭,૦૫૭ કેસોનો નિકાલ
- ગાંધીનગર કોર્ટમાં પણ સપ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આશિષ મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં ૨૧,૮૦૧થી વધુ કેસોનો મોટાપાય નિકાલ
અમદાવાદ: 14 માર્ચ 2026:
ગુજરાત સહિત દેશભરમાં આજે ૨૦૨૬ના વર્ષની આજે પહેલી રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તેમ જ જસ્ટિસ એ.વાય.કોગજેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયભરની વિવિધ કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાની દાવા, મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્નજીવનની તકરાર, વળતર, ટ્રાફિક ઇ ચલણ સહિતના આશરે ૬,૬૭,૮૫૮ કેસો સમાધાન માટે મૂકાયા હતા, જે પૈકી ૫,૭૭,૫૭૯ કેસોનો સુખદ નિકાલ કરી આશરે રૃ.૩૨૦૯.૮૦ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, રાજયમાં આજે યોજાયેલી લોક અદાલતોમાં પ્રિ-લીટીગેશન ૮,૨૧,૨૦૮ કેસોમાં રૃ.૧૧૬.૭૮ કરોડના એવોર્ડ થયા હતા. તો, ઇ-ચલણના કુલ ૬,૪૮,૩૭૫ કેસો પૂર્ણ થયેથી તે પેટે રૃ.૫૦.૪૮ કરોડની રકમ વસૂલી શકાઇ હતી. આ સિવાય રાજયની અદાલતોમાં પેન્ડીંગ દાંપત્યજીવનને લગતી ૩૪૪૦ તકરારોનો પણ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરાયો હતો. તો, દસ વર્ષ જૂના ૭૬૪ થી વધુ કેસોમાં પણ સુખદ નીવેડો આવ્યો હતો.

દરમ્યાન ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે.વોરા, ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સચિવ કૈલાશ પાચોડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ રૃ.૨૦૩ કરોડથી વધુ રકમના રૃ.૧,૧૭,૦૫૭ કેસોનો નિકાલ કરાયો હતો. આ સિવાય પ્રિ-લીટીગેશન્સના ૨,૫૮,૭૯૨ કેસોનો નિકાલ કરી કુલ ૩,૭૫,૮૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો, આજે ગાંધીનગર કોર્ટમાં પણ સપ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આશિષ મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં ૨૧,૮૦૧થી વધુ કેસોનો મોટાપાય નિકાલ કરાયો હતો. જેમાં વાહન અકસ્માતના એક કેસમાં પીડિત પરિવારને રૃ.૧.૨૦ કરોડની માતબર રકમનું વળતર ચૂકવાયું હતુ અને ચેક અર્પણ કરાયો હતો. આ જ પ્રકારે સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ લોક અદાલતમાં કેસોના નિકાલની નોંધનીય કામગીરી રહી હતી. વર્ષની પહેલી લોક અદાલતમાં મોટાપાયે કેસોનો નિકાલ થતાં લાખો પક્ષકારોએ બહુ મોટી રાહત મેળવી હતી.
ગુજરાતના ઇતિહાસમાં એક જ દિવસમાં ચેક રિટર્નના ૨૫ હજારથી વધુ કેસોનો નિકાલ
ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આજે ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં એક જ દિવસમાં ચેક રિટર્નના ૨૫ હજારથી વધુ કેસોનો નિકાલ કરી નવો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. આ જ પ્રકારે પ્રિ લીટીગેશન્સના ૨.૫૮ લાખથી વધુ કેસોના નિકાલમાં ઇ-ચલણના ૧,૯૨,૦૦૦થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષકારોએ ઇ-ચલણ મેમોની ઝંઝટમાંથી કાયમી મુકિત મેળવી હતી.
ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બે કેસોમાં એક કરોડથી વધુનું વળતર ચૂકવાયું
ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્માતના બે કેસોમાં એક કરોડથી પણ વધુનું વળતર પીડિત પરિવારોને ચૂકવાયું હતું. તો અન્ય એક કેસમાં રૃ.૬૦ લાખ જેટલું માતબર વળતર ચૂકવવામાં આવ્યું હતું. સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની લોક અદાલતમાં કુલ રૃ.૨૨૫ કરોડથી વધુની રકમના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #FirstNationalPeople’sCourtoftheYear #People’sCourt #ChiefJusticeSunitaAgrawal #Justice.A.Y.Kogje #GhikantaCriminalCourt #GujaratHighCourt #CivilCourt #MotorAccident #ChequeReturn #MaritalDispute #Compensation #TrafficE-Challan #ahmedaba



