- મનોદિવ્યાંગજનો માટે યોજાયેલ ડાન્સ ફેસ્ટિવલ….
પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 માર્ચ 2026:
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર ઇન્ટેલેકટચયુઅલ ડિસેબલ્ડ નાં 34 માં સ્થાપના દિન નિમિતે,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી નાં આર્થિક સહયોગ થી શહેર નાં દિનેશ હોલ માં મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે ડાન્સ ફેસ્ટિવલ નું આયોજન બપોરે 3 કલાકે તા.8/3/26ને રવિવાર નાં રોજ કરેલ.

જેમાં શહેર નાં 100 જેટલા મનોદિવ્યાંગ લાભાર્થીઓ 28 સોલો અને 6 ગ્રુપ ડાન્સ પરફોર્મ કરેલ.આ ડાન્સ ગણેશ વંદના,શિવ તાંડવ, ભક્ત પ્રહલાદ, ભગત ગોરાકુંભાર, સમુદ્ર મંથન, રાજસ્થાની લોકનૃત્ય, ગરબા,બોલીવુડ થીમ,પંજાબી ડાન્સ જેવા વિવિધ થીમ ને આધીન હતા.

સમાજ ને મનોદિવ્યાંગો ની એબીલીટી થી જાગૃત કરવા અને હમ ભી કીસી સે કમ નહી ની ભાવના મનોદિવ્યાંગ લાભાર્થીઓ માં આવે એનાં ભાગ રૂપે આ ફેસ્ટિવલ નું આયોજન સંસ્થા એ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર નાં આર્થિક સહયોગ થી કરેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Dancefestivai #navjeevanchqritabletrust #schoolformentallydisabledmemnagargam-ahmedabad



