- રેસિડેન્ટ ડોકટરોને રૃમોની ફાળવણી નહી કરાતાં તેમ જ સ્ટાઇપેન્ડની રકમ અટકાવવા અને વ્યાપક ભ્રષ્ટાચારના મામલે રેસિડેન્ટ ડોકટરોએ ડેન્ટલના ઇન્ચાર્જ અધિક નિયામક અને સરકારી ડેન્ટલ કોલેજના ડીન રૃપલ શાહ વિરૃધ્ધ બાંયો ચડાવી, જોરદાર વિરોધ
- રેસિડેન્ટ ડોકટરોએ સરકારને તાબડતોબ પત્ર પાઠવી વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોકટરો સાથે અમનાવીય અને તુમાખીભર્યુ વર્તન દાખવનાર રૃપલ શાહ વિરૃધ્ધ તાત્કાલિક પગલાં ભરવા અને ભ્રષ્ટાચાર સહિતના મામલાઓમાં તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરી
અમદાવાદ: 12 માર્ચ 2026:
એશિયાની સૌથી મોટી એવી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે ફરી એકવાર સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલ મોટા વિવાદમાં આવી છે. ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની છેલ્લા બે દિવસની હડતાળને લઇ જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે, તો હડતાળના કારણે દર્દીઓ અને તેમના સગાવ્હાલાને પણ અગવડ પડી રહી છે. ડેન્ટલના રેસિડેન્ટ ડોકટરોએ ડેન્ટલ હોસ્પિટલના અધિક નિયામક અને સરકારી કોલેજના ડીન રૃપલ શાહના વિદ્યાર્થીઓ પ્રત્યે અમાનવીય વર્તન તેમ જ કથિત ભ્રષ્ટાચાર આચરી લોકો સાથે તુમાખીભર્યા વર્તનને લઇ તેમની સામે તાત્કાલિક પગલાં ફરવા રેસિડેન્ટ ડોકટરો તરફથી રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો સમક્ષ પત્ર લખી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.

ડેન્ટલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો તરફથી ડેન્ટલના હાલના ઇન્ચાર્જ અધિક નિયામક અને સરકારી ડેન્ટલ કોલેજના ડીન રૃપલ શાહ વિરૃધ્ધ જોરદાર વિરોધ સાથે બાંયો ચડાવી છે અને સરકારમાં ઉગ્ર રજૂઆત કરી છે કે, કોલેજના ડીન રૃપલ શાહ વિદ્યાર્થીઓ પરત્વે અમાનવીય વર્તન દાખવી રહ્યા છે અને જયારે પણ કોઇ રજૂઆત કરવા જાય તો તેમને ઉધ્ધત વર્તન કરી ડરાવી ધમકાવી ભગાડી મૂકે છે. વિદ્યાર્થીઓની યોગ્ય અને વાજબી રજૂઆત પણ ડીન રૃપલ શાહ સાંભળવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ ઉપરાંત ઓફિસ સ્ટાફ અને કર્મચારીઓ પણ રૃપલ શાહના તોછડા અને ગેરવર્તનથી ત્રાસી ગયા છે.
તાજેતરમાં બહારગામથી આવતાં કેટલાક વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ તેમની પાસે ખાલી પડેલ હોસ્ટેલની રૃમો જરૃરિયાતવાળાને ફાળવણી કરી આપવા રજૂઆત માટે રૃપલ શાહ પાસે ગયા હતા, પરંતુ રેસિડેન્ટ રૃમોની ફાળવણીની વાત તો બાજુ પર રહી પરંતુ તેમની રજૂાત સાંભળવાને બદલે તેઓને ધમકાવી તમારી કેરિયર ખતમ કરી દઇશ તેવા ઉચ્ચારણો સાથે તેમને ચેમ્બરની બહાર હાંકી કાઢયા હતા. એટલું જ નહી, રેસિડેન્ટ ડોકટરોને સરકાર તરફથી સ્ટાઇપેન્ડની જે રકમ મળતી હતી તે પણ અટકાવી દેતાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધો પેદા કરવાના હીન પ્રયાસો ચાલી રહ્યા છે.

રેસિડેન્ટ ડોકટરો તરફથી રૃમોની ફાળવણી નહી કરવાના તેમ જ સ્ટાઇપેન્ડની રકમ અટકાવી દેવાના વિરોધમાં બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે, સરકાર તરફથી મળતાં નાણાં રૃપલ શાહ કેવી રીતે રોકી શકે…?? તેમની પાસે એવી કઇ સત્તા છે અને કોના જોરે તેઓ આટલી હદ વટાવી રહ્યા છે…?? વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સ્ટાઇપેન્ડની રકમમાંથી અમુક રકમ પણ ડેન્ટલના ઇન્ચાર્જ અધિક નિયામક અને સરકારી કોલેજના ડીન રૃપલ શાહને આપવા પડતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ તમામ બાબતોમાં ન્યાયિક તપાસીન ઉગ્ર માંગણી કરી છે.
રેસિડેન્ટ ડોકટરો ડીન રૃપલ શાહની તાત્કાલિક હકાલપટ્ટીની ઉગ્ર માંગણી સાથે છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે. જેને લઇ જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. રેસિડેન્ટ ડોકટરોની ખુદ ડીન રૃપલ શાહ વિરૃદ્ધની આ લડતને લઇ સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઇ છે. વિદ્યાર્થીઓએ જયાં સુધી રૃપલ શાહ વિરૃધ્ધ તાત્કાલિક પગલાં નહી ભરાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #CivilDentalHospitalResidentDoctorsStrike #CivilDentalHospital #ResidentDoctorsStrike #GovernmentDentalCollege #CivilHospital #DentalHospitalResidentDoctors #ahmedaba



