પથિક લીંબાચિયા, અમદાવાદ:
28 માર્ચ 2026:
Gujarat State Plastic Manufacturers’ Association (GSPMA, જે ગુજરાતભરના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે, દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગ સમક્ષ ઉભી થયેલી ગંભીર પડકારજનક પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે, કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતાં ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની રહી છે.
મુખ્ય મુદ્દાઓ:
• પોલિમર કાચા માલના ભાવોમાં અસામાન્ય અને અચાનક વધારો
• સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર
• MSME એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ
• સ્પર્ધાત્મક બજારને કારણે વધેલા ખર્ચનો ગ્રાહકો પર ભાર મૂકવામાં અસમર્થતા
• પ્લાસ્ટિક પ્રોડક્ટ્સને લગતા અને તે પર નભતા પાયાના ઉદ્યોગો પર માઠી અસર
• પ્લાસ્ટિક ઉદ્યોગમાં ૮૫ ટકા MSME એકમો જેમની માટે કાચા માલનો સ્પેસીયલ કોટ અલગથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
• છેલ્લા ૩૦ દિવસમાં કાચા માલોમાં ૫૦ થી ૭૦ ટકા વધારો થયેલ છે જેને નિયંત્રિત કરવું જરૂરી
આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ, ખાસ કરીને MSME સેગમેન્ટ, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જે ઉદ્યોગની સ્થિરતા અને રોજગાર પર સીધી અસર કરે છે.
સરકાર સમક્ષ GSPMA ની મુખ્ય માંગણીઓ:
- ભાવ સ્થિરતા માટે વ્યવસ્થા: પોલિમર ભાવોમાં અતિરિક્ત ચડાવ-ઉતારને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં
- આર્થિક સહાય: હાલના સંજોગોમાં MSME એકમોને વગર વ્યાજે લોન, વર્કિંગ કેપિટલ મર્યાદા વધારો
- આયાત શુલ્કમાં રાહત: મહત્વના કાચા માલ પર ડ્યુટીમાં ઘટાડો
- કાયદાકીય પાલનમાં સમયબદ્ધ છૂટછાટ અને સમયમર્યાદામાં રાહત
- દેશી ઉત્પાદનને પ્રોત્સાહન: સ્થાનિક કાચા માલના ઉત્પાદનને વધારવા માટે નીતિ આધાર
- હાલની કાચા માલોની crisisને ૫હોંચી વળવા પ્લાસ્ટિક રિસાયકલિંગને પ્રોત્સાહન આપતા પગલાં લેવા જોઈએ. વધુમાં ફોર્મયુલેશનમાં ૦% રિસાયકલ્ડ મટિરિયલ વપરાશના ધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે.
ઉદ્યોગનું મહત્વ:
પ્લાસ્ટિક ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ (backbone) સમાન છે કેમકે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, પેકેજિંગ, કૃષિ, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લૉગિસટિક્સ, ઑટોમોબાઇલ, હોસ્પિટલ એસેસરીઝ અને નિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આધાર આપે છે. આ ઉદ્યોગ લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે અને રાજ્ય તથા દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratStatePlasticManufacturersAssociation #GSPMA #PlasticIndustryAcrossGujarat #mame #WestAsiaWar #ahmedaba



