- ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ સતત પાંચમી ટર્મ જીત મેળવી પ્રેફરન્સ વોટ કવોટામાં ભવ્ય વિજય હાંસલ કર્યો – વકીલઆલમ અને ન્યાયતંત્રના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી
- મતગણતરીના છેલ્લા દિવસે વડોદરાની નિમિષા ધોત્રે સહિત પાંચ મહિલા વકીલોએ જીત મેળવતાં મહિલા વકીલોમાં પણ ભારે ખુશીની લાગણી – અમદાવાદના છ ઉમેદવારોએ ચૂંટણીમાં મેદાન માર્યુ
પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 માર્ચ 2026:
ગુજરાત બાર કાઉન્સીલની તા.૬ઠ્ઠી માર્ચે યોજાયેલી અત્યંત પ્રતિષ્ઠાભરી ચૂંટણીના પરિણામો આજે સતત ૧૨ દિવસ સુધી ચાલેલી મેરેથોન મતગણતરી બાદ જાહેર થયા હતા. જેમાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ૧૨ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. વર્ષ ૨૦૦૦થી સતત ચૂંટાતા ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા આ વખતે પણ સતત પાંચમી ટર્મમાં બાર કાઉન્સીલની ચૂંટણીમાં ૧૯૩૩ પ્રેફરન્સ વોટના કવોટામાં વિજયી બન્યા છે. તો વડોદરાની મહિલા વકીલ નિમિષા ધોત્રે ૧૯૪૩ સાથે વિજેતા જાહેર થતાં બારકાઉન્સીલની ચૂંટણીમાં પહેલી મહિલા વકીલ ઉમેદવારે ઐતિહાસિક જીત નોંધાવી હતી. બીજીબાજુ, અનિલ સી.કેલ્લાને

ભવ્ય જીત બદલ રાજય ન્યાયતંત્ર અને વકીલ આલમના મહાનુભાવોએ ખાસ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.
આજે મતગણતરીનો અંતિમ દિવસ હોઇ ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે જબરદસ્ત ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. તો, હારેલા ઉમેદવારોના સમર્થકોમાં નિરાશાની લાગણી પ્રસરેલી જોવા મળી હતી. છેલ્લા સતત ૧૨ દિવસથી બાર કાઉન્સીલની ચાલી રહેલી ચૂંટણીની મતગણતરીના અંતે આખરે ચિત્ર સ્પષ્ટ થઇ શકયુ હતું. જેમાં મોટા માથાઓમાં બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા પ્રેફરન્સ વોટથી જીતી ગયા હતા. તો. વડોદરાની મહિલા વકીલ નિમિષા ધોત્રેએ પણ જીત મેળવી મહિલા વકીલોના કવોટામાં ખાતુ ખોલાવ્યું હતું. આ સિવાય જીતેલા અન્ય ઉમેદવારોમાં સુરતના હિતેશ પટેલ, ભાવેશ રબારી, વડોદરાના પી.ડી.પટેલ, અમદાવાદના દિપેન દવે, મહેસાણાના કિશોર ત્રિવેદી, ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ વિજેતા જાહેર, સુરતના થયા હતા.

બાર કાઉન્સીલની આ વખતની ચૂંટણીમાં અમદાવાદમાંથી મેટ્રોપોલીટન કોર્ટમાંથી અનિલ સી.કેલ્લા, ભરત ભગત અને જીગ્નેશ પટેલ તેમ જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી જે.જે. પટેલ અને પરેશ વાઘેલા અને હાઇકોર્ટના દિપેન દવે એમ અમદાવાદના કુલ છ ઉમેદવારોએ જીત હાંસલ કરી મેદાન માર્યું છે તો, ગાંધીનગરમાંથી કરણસિંહ બી.વાઘેલા અને શંકરસિંહ ગોહિલે બાજી મારી હતી. આ સિવાય મહિલા વકીલ ઉમેદવારોમાં વડોદરાની નિમિષા ધોત્રે ઉપરાંત, વંદના ભટ્ટ, પ્રીતિ જોશી, હીરલ પાનવાલા અને અમૃતા ભારદ્વાજ અંતે વિજયી જાહેર થયા હતા. બાર કાઉન્સીલની ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થઇ જતાં રાજય ન્યાયતંત્ર અને વકીલઆલમમાં તેની બહુ સૂચક નોંધ લેવાઇ હતી. બીજીબાજુ, કયાંય કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
બાર કાઉન્સીલના ચૂંટાયેલા તમામ ૨૩ સભ્યોની યાદી
બાર કાઉન્સીલના હાલના ચેરમેન જે.જે.પટેલ, એ.એ.અન્સારી, અનિલ સી.કેલ્લા, દિલીપ પટેલ, મનોજ અનડકટર, પરેશ વાઘેલા, કરણસિંહ બી.વાઘેલા, ભાવેશ રબારી, હિતેશ પટેલ, પી.ડી.પટેલ, દિપન દવે, કિશોર ત્રિવેદી, જીગ્નેશ પટેલ, ભરત ભગત, શંકરસિંહ ગોહિલ, હરીશ નાકરાણી અને ઝક્કી શેખ અને પાંચ મહિલા ઉમેદવારો નિમિષા ધોત્રે, વંદના ભટ્ટ, પ્રીતિ જોશી, હીરલ પાનવાલા અને અમૃતા ભારદ્વાજ. આ સિવાય અન્ય બે મહિલા વકીલો બીસીઆઇ કો-ઓપ્શનથી મૂકશે.
પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે શું થશે….??
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સત્તાવાર પરિણામો આજે જાહેર થઇ ગયા બાદ હવે વિજેતા ઉમેદવારોના નામોની યાદી સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર કમીટીને મોકલાશે. તેની બહાલી બાદ ગુજરાત સરકારના ગેઝેટમાં ચૂંટાયેલા સભ્યોની યાદી પ્રસિધ્ધ થશે. ત્યારબાદ બાર કાઉન્સીલની અસાધારણ સભા બોલાવવામાં આવશે. જેમાં ચૂંટાયેલા ૧૮ વકીલ પુરૃષ સભ્યો અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર અનામત કવોટામાં સભ્યપદ મેળવનારી પાંચ મહિલા વકીલ સભ્યો અને બીસીઆઇ મારફતે કો-ઓપ્શનથી સ્થાન મેળવનારી બે મહિલા વકીલ સભ્યો મળી કુલ ૨૫ સભ્યોમાંથી ચેરમેન, વાઇસ ચેરમેન, એકઝીકયુટીવ કમીટી, ફાયનાન્સ કમીટી સહિતની સાત કમીટીઓના ચેરમેન-સભ્યો તેમ જ જુદી જુદી ડિસ્પ્લીનરી કમીટીઓની રચના થશે એમ વિજેતા ઉમેદવાર અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncilElection #Counting #ShortlistProcessCompleted #Election #anilkella#ahmedaba #BarCouncilElectionResultsAnnounced #FinanceCommitteeChairmanAnilKellaVijayi #AnilKellaVijayita



