· 30મી માર્ચે સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે
· જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
28 માર્ચ 2026:
ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે શિરોમણી સંરક્ષક સોભાગ મલ જી કટારિયા એ પણ ખાસ માહિતી આપી.

શ્રી પારસ જૈન બજએ જણાવ્યું હતું કે, “આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7-00 કલાકે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન અને સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે, જેમની સાથે હાસ્ય કવિ શ્રી ગોવિંદ રાઠી અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કવિ શ્રી ચેતન ચર્ચિત પણ મંચ ગજાવશે. આ ઉપરાંત, પ્રખ્યાત સંગીતકાર શ્રી વૈભવ બાગમાર દ્વારા ભક્તિમય ‘જૈન કોન્સર્ટ’ રજૂ કરવામાં આવશે, જે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ રચશે.”
આ ધાર્મિક મહોત્સવમાં મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના વૈભવશાળી રાજદરબારની ઝાંખી સાથે ૨૪ સામ્રાજ્યોના મહારાજા-મહારાણીઓનું આગમન અત્યંત આકર્ષક બની રહેશે.ભગવાનનું દિવ્ય ધ્વનિ સાથે અલૌકિક આગમન, પારણું ઝુલાવવાનો પવિત્ર લહાવો અને ભવ્ય મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે IAS પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મોનાબેન ખંધાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી દ્વારા અમદાવાદની તમામ જૈન સમાજ અને ભક્તજનોને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GrandCelebration #ShriMahavirJanmaKalyanakMahotsav #KaviSammelan #kaviShaileshLodha #ahmedaba



