- મેરિલના વાપી કેમ્પસમાં એમએસ ધોનીની પહેલી મુલાકાત, સમર્પિત વરિષ્ઠ નાગરિક આરોગ્ય પહેલ સાથે ‘ટ્રીટમેન્ટ જરૂરી હૈ’ ચળવળને મજબૂત બનાવે છે.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
24 માર્ચ 2026:
વાપી ખાતે મેરિલના ગ્લોબલ હેડક્વાર્ટરની તેમની પ્રથમ મુલાકાત નિમિત્તે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમ.એસ. ધોનીએ ” બચપના શુડન્ટ રિટાયર ” તે વિષય પર હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક વાતચીત કરી. ” બચપના શુડન્ટ રિટાયર ” એ મેરિલની રાષ્ટ્રવ્યાપી જાહેર આરોગ્ય ચળવળ, “ટ્રીટમેન્ટ જરૂરી હૈ” પર આધારિત છે, જે સમયસર નિદાન અને અદ્યતન મેડિકલ થેરાપીની પ્રાપ્યતા અંગે જાગૃતિ માટે શરૂ કરવામાં આવી છે.

આ વ્યાપક ચળવળના કેન્દ્રિત વિસ્તરણ તરીકે, ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ ના છત્ર હેઠળ વરિષ્ઠ નાગરિકો માટેની આરોગ્ય એક સમર્પિત કેમ્પેઇન “બચપના શુડન્ટ રિટાયર ” રજૂ કરે છે. આ કેમ્પેઇન એ વાતને દ્રઢ બનાવે છે કે વહેલા નિદાન, નિવારક તપાસ અને નવીન સારવાર વિકલ્પોની પહોંચ કાર્ડિયાક, ઓર્થોપેડિક અને અન્ય વય-સંબંધિત પરિસ્થિતિઓમાં પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે – તે આખરે આ સુવર્ણ વર્ષોમાં સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા જાળવી રાખે છે. આ કેમ્પેઇન એક સરળ છતાં શક્તિશાળી માન્યતાને સમર્થન આપે છે – જ્યારે ઉંમર વધે છે, ત્યારે રમતિયાળ સ્વભાવ, જિજ્ઞાસા અને આનંદની ભાવના કોઇ પણ હિસાબે ઓછી થવી જોઈએ નહીં. આ વાર્તાલાપમાં જીવનના દરેક તબક્કે ગૌરવ અને ઉત્સાહ જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે ભારત તેની વૃદ્ધ વસ્તીમાં જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં સતત વધારો જોઈ રહ્યું છે.
આ કેમ્પેઇનના ગહન હેતુ વિશે બોલતા, એમ.એસ. ધોનીએ ભારપૂર્વક કહ્યું, ” હું માનું છું કે, તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારા માટે અને જે લોકો તમને પ્રેમ કરે છે તેમના માટે પણ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે જે તમે કરી શકો છો -. જે આપણા બધાની જવાબદારી છે, ખાસ કરીને યુવા પેઢીની, તે ખાતરી કરવાની કે આપણા માતાપિતા અને દાદા-દાદી યોગ્ય કાળજી લે, ધ્યાન રાખે અને તેમને સપોર્ટ મળે. ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ જેવી ઝુંબેશો તે દિશામાં એક પગલું છે, અને મને આનો ભાગ બનવાનો આનંદ છે”
પરિવારો માટેની રાષ્ટ્રીય ચળવળ
રાષ્ટ્રવ્યાપી ડિજિટલ ભાગીદારીની ચળવળ તરીકે કલ્પના કરાયેલ, આ કેમ્પેઇન યુવા ભારતીયોને તેમના દાદા-દાદી સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરે છે – પછી ભલે તે બાળપણની રમત ફરી રમીને, કોઈ શોખ શેર કરીને, અથવા ફક્ત આનંદદાયક રોજિંદી પળોને કેમેરામાં કેદ કરીને. રોગ નિવારક આરોગ્ય સારસંભાળ અંગેની જાગૃતિ સાથે ભાવનાત્મક જોડાણને ઉમેરીને, આ ઝૂંબેશ એ વાતને મજબૂત બનાવે છે કે ભાવનાત્મક સુખાકારી અને શારીરિક સ્વાસ્થ્ય એકસાથે ચાલે છે.
ભારતમાં જીવનશૈલી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે જે વૃદ્ધત્વની સ્વસ્થતામાં નોંધપાત્ર રીતે અસર કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી અનુસાર , ભારતમાં થતા કુલ મૃત્યુમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો હિસ્સો લગભગ 28% છે , જે તેમને દેશમાં મૃત્યુનું મુખ્ય કારણ બનાવે છે . આ જ સમયે, બદલાતી જીવનશૈલી અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્થૂળતા વધી છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અહેવાલ મુજબ હાલમાં 24% થી વધુ ભારતીય પુખ્ત વયના લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે . આ પરિબળો હલનચલન સંબંધિત સમસ્યાઓમાં વધારામાં પણ ફાળો આપી રહ્યા છે – ઇન્ડિયન જર્નલ ઓફ ઓર્થોપેડિક્સ અને NIH સંશોધન ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે ઘૂંટણનો અસ્થિવા ભારતમાં લગભગ 4 માંથી 1 પુખ્ત વયના લોકોને અસર કરે છે , જે અપંગતાનું અને દેશમાં ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીનું મુખ્ય કારણ છે. એકસાથે, આ વલણો રોગનિવારક સ્ક્રીનીંગ, શરૂઆતનું મેડિકલ કન્સલ્ટેશન અને એડવાન્સ્ડ થેરાપીની પ્રાપ્યતાની વધતી જતી જરૂરિયાતને દર્શાવે છે જેથી ખાતરી કરી શકાય કે લાંબુ આયુષ્ય સ્વસ્થ, વધુ સક્રિય વર્ષો સાથે સુસંગત છે.
આ કેમ્પેઇનનો ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ પ્લેટફોર્મ્સ અને મેરિલના સત્તાવાર મીડિયા હેન્ડલ્સ પર પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેનો વ્યાપક રાષ્ટ્રીય પ્રચાર સુનિશ્ચિત કરવા માટે પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ફેલાયેલી વ્યાપક મલ્ટી-ચેનલ આઉટરીચ વ્યૂહરચના દ્વારા ચલાવવામાં આવે છે. ટાર્ગેટ મુજબના ડિજિટલ વ્યૂઅરશિપના બેન્ચમાર્ક, માપી શકાય તેવા જોડાણ મેટ્રિક્સ અને ક્યુરેટેડ વિડીયો બાઇટ્સ અને નિષ્ણાત-લીડરશીપ હેઠળની વાતચીત દ્વારા વ્યૂહાત્મક KOL ભાગીદારી સાથે, આ ચળવળનો હેતુ વરિષ્ઠ આરોગ્ય અને સક્રિય વૃદ્ધત્વની આસપાસ સતત, માપી શકાય તેવા સંવાદને વેગ આપવાનો છે.
જેમ જેમ ભારતની વસ્તી સતત વૃદ્ધ થઈ રહી છે, તેમ તેમ સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ વિશેની વાતચીતો વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. “બચપના શુડન્ટ રિટાયર ” એ યાદ અપાવે છે કે વૃદ્ધત્વનો અર્થ જીવનના ઉત્સાહથી દૂર થવું નથી – અને સમયસર આરોગ્યની સારસંભાળ વિશેની જાગૃતિ કેળવવી તે ભાવનાને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કેમ્પેઇન દેશભરના પરિવારોને તેમની પોતાની વાર્તાઓ શેર કરીને ભાગ લેવાનું આહ્વાન કરે છે – ટૂંકા વિડીયો રેકોર્ડ કરીને, હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ (ટ્રીબઉતે) પોસ્ટ કરીને અથવા તેમના દાદા-દાદી સાથેની પ્રિય યાદોની ઉજવણી કરીને. ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ પ્લેટફોર્મ અને કેમ્પેઇન સંદેશા દ્વારા સોશિયલ મીડિયા પર આ ક્ષણોને શેર કરીને, વ્યક્તિઓ વ્યક્તિગત યાદોને એક સામૂહિક રાષ્ટ્રીય વાર્તામાં પરિવર્તિત કરી શકે છે જે વરિષ્ઠોના આરોગ્ય, ગૌરવ અને એકતાને સમર્થન આપે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Bachpanastudentretire #CricketCaptain-MS.Dhoni #HealthMovement #vapi #ahmedaba



