પથિક લીંબાચિયા, અમદાવાદ:
31 માર્ચ 2026:
યુનિક ફેશન લુક દ્વારા પ્રસ્તુત “ગુજરાત સુપર મોડેલ 2026 – સીઝન 10” નો ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ગ્લેમરસ અને પ્રતિષ્ઠિત ફેશન શોનું આયોજન ગોપાલ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના પ્રતિભાશાળી મોડેલ્સે ભાગ લીધો હતો.

આ શોનું કોરિયોગ્રાફી દિપ્તિ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર ઇવેન્ટને આકર્ષક અને પ્રોફેશનલ બનાવ્યો હતો. શોના જજ પેનલમાં યાના પટેલ, શ્રેયા ધંધુકિયા અને ડરીન જિપ્સી જેવી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી, જેમણે પ્રતિસ્પર્ધીઓનું મૂલ્યાંકન કર્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા:
મિસ કેટેગરી વિજેતા: મૈત્રી ચાવડા (અમદાવાદ)
મિસિસ કેટેગરી વિજેતા: મિતાલી દસાલે (સુરત)
મિસ્ટર કેટેગરી વિજેતા: પરેશ નવલાણી
કિડ્સ કેટેગરી વિજેતા: અર્પિતા પરવાણી
ટીન કેટેગરી વિજેતા: અનુષા ચડોકાર

આ ઇવેન્ટમાં મોડેલ્સે પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સ્ટાઇલથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. “ગુજરાત સુપર મોડેલ” એ યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડતું એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે, જ્યાંથી તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે.
આ ભવ્ય આયોજન ગુજરાતના ફેશન ઇન્ડસ્ટ્રીમાં નવી ઊંચાઈઓ સ્થાપિત કરશે અને ભવિષ્યમાં વધુ પ્રતિભાશાળી મોડેલ્સને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #UniqueFashionLook #GujaratSuperModel2026Season10 #Glamorous #PrestigiousFashionShow #GopalSharma #Gujarat #Models





