- જોડિયા સંતોનોનો કબ્જો મેળવવા માતાની ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ
- જયપુર એરપોર્ટથી વિદેશ જવાનો પ્રયાસ કરતાં પકડાઇ ગયેલા સાસરિયાપક્ષના સભ્યોની હકીકત અંગે હાઇકોર્ટને જાણ કરાઇ
અમદાવાદ: 02 ફેબ્રુઆરી 2026:
પોતાના જોડિયા સંતાનોને ઇમોશનલ બ્લેકમેઇલ કરી પતિ અને સાસરિયાવાળા લઇ ગયા અને સંતાનોનો કબ્જો પરત આપતાં નથી, તેવો મુદ્દો ઉઠાવતી એક માતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરી પોતાના સંતાનો પરત અપાવવા ગુહાર લગાવી છે. જેની સુનાવણીમાં જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે રાજય સરકાર, ભાવનગર પોલીસ અને પતિ-સાસરિયાપક્ષના સભ્યો વિરૃધ્ધ નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી બે દિવસ બાદ રાખી છે.

ભાવનગરની પરિણિતા અને બે જોડિયા સંતાનોની માતા તરફથી હાઇકોર્ટમાં કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં એડવોકેટ મેહુલ મહેતા દ્વારા એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદારના લગ્ન અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા યુવક સાથે સાતેક વર્ષ પહેલાં થયા હતા અને લગ્ન બાદ તે તેના પતિ અને સાસરિયાઓ સાથે ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેનો પતિ અને સાસરિયા ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવે છે, જયારે અરજદાર ભારતીય નાગરિકત્વ ધરાવે છે. લગ્નજીવન દરમ્યાન તેઓએ આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવી હતી અને જેને લઇ અરજદારે બે જોડિયા સંતાનોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાબો અને એક બેબી છે, જેમની ઉમંર હાલ બે વર્ષથી વધુની છે.
અરજદાર માતાએ અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેના પતિ અને તેમની વચ્ચે વિખવાદ ચાલતો હતો અને સાસરિયાપક્ષના સભ્યો તરફથી પણ તેને હેરાનગતિ વધી ગઇ હતી. દરમ્યાન ગત નવેમ્બર માસમાં તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા હતા અને મુંબઇ તેમ જ અમદાવાદમાં રોકાયા હતા. એ દરમ્યાન પણ પતિ સાથે ઝઘડા થયા હતા અને તેણીને શારીરિક માનસિક ત્રાસનો ભોગ બનાવી હતી. જેના કારણે તે સંતાનોને લઇ પોતાના પિયર ભાવનગરમાં જતી રહી હતી.
દરમ્યાન અરજદાર પતિ અને સાસરિયાપક્ષના સભ્યોએ અરજદારને ઇમોશનલ બ્લેકમેઇલ કરી બાળકોને દર્શન કરાવવા અને પગે લગાડવાના બહાને લઇ ગયા હતા અને બંને સંતાનોને પાછા મૂકી જવાનું કહ્યું હતુ પરંતુ સંતાનો લઇને ગયા બાદ હવે તેઓ ફોન ઉઠાવતા નથી કે, વીડિયો કોલ પણ ઉઠાવતા નથી, તેથી અરજદાર પોતાના બંને જોડિયા સંતાનોને લઇ બહુ ચિંતિત છે અને તેથી તેમનો કબ્જો અપાવવા અદાલતને વિનતી કરી રહ્યા છે. કેસની સુનાવણી દરમ્યાન આજે કેસમાં થયેલા ડેવલપમેન્ટ અંગે એડવોકેટ મેહુલ મહેતા તરફથી અદાલતને જાણ કરાઇ હતી કે, પતિ અને સાસુ-સસરા વિદેશ જવાનો પ્રવાસ કરતા હતા તે દરમ્યાન આજે જયપુર એરપોર્ટ પરથી પકડાઇ ગયા છે. અરજદારને દહેશત છે કે, પતિ અને સાસરિયાઓ તેના સંતાનોને લઇને ઓસ્ટ્રેલિયા જતા રહેશે. કેસની હકીકતો ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ જારી કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #TwinSaints #JaipurAirport #HighCourt #GujaratHighCourtHabesCorpus #trending #ahmedaba



