પથિક લીંબાચિયા, અમદાવાદ:
26 ફેબ્રુઆરી 2026:
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી – વાઇસ-ચેરમેન, સીએ. ચેતન જગેતિયા – સેક્રેટરી, સીએ. શિખા અગરવાલ – ટ્રેઝરર, સીએ. સાહિલ ગાલા – WICASA અમદાવાદ બ્રાન્ચ

નવા ચેરમેન તરીકે નિયુક્ત થયેલા સી.એ. રિન્કેશ શાહ પોતાના સંદેશમાં જણાવ્યું કે આજના પરિવર્તનશીલ આર્થિક અને વ્યાવસાયિક પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગતતા, સતત શિક્ષણ અને નૈતિકતા આધારિત પ્રેકિટસ અત્યંત આવશ્યક છે. શાખા દ્વારા સભ્યોને વૈશ્વિક પ્લેટફોર્મ પર જોડવા, આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક તકો અંગે જાગૃતિ વધારવા, તેમજ ઉદ્યોગ-શૈક્ષણિક સહકાર મજબૂત બનાવવાના પ્રયત્નોને પ્રાથમિકતા આપવામાં આવશે.

શાખા આગામી કાર્યકાળ દરમિયાન નીચેના મુખ્ય ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરશે: સતત વ્યાવસાયિક વિકાસ માટે અદ્યતન સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ સત્રો, સ્ટાર્ટઅપ, MSME અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સહયોગી પહેલ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. ડેટા એનાલિટિક્સ અને નવી ટેકનોલોજી અંગે ક્ષમતા નિર્માણ, • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, કારકિર્દી વિકાસ અને લીડરશિપ પહેલ, વ્યાવસાયિક નેટવર્કિંગ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સહકાર કાર્યક્રમો
નવી ટીમ વિવિધ વ્યાવસાયિક અનુભવો અને દ્રષ્ટિકોણ સાથે શાખાની પ્રવૃત્તિઓને વધુ ગતિ આપશે. સભ્યો માટે ગુણવત્તાસભર સેવાઓ, જ્ઞાન વિતરણ અને નૈતિક ધોરણોને મજબૂત બનાવતા કાર્યક્રમો સાથે, શાખા સમાજ અને અર્થવ્યવસ્થામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની રચનાત્મક ભૂમિકા વધુ પ્રબળ બનાવશે.
સ્પષ્ટ દ્રષ્ટિ, સહયોગી અભિગમ અને સભ્યોના સક્રિય સહકારથી, ICAI અમદાવાદ નવા કાર્યકાળમાં પ્રગતિશીલ અને અસરકારક કાર્ય માટે પ્રતિબદ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GlobalOpportunityforCAs #CA #ICAI #TheInstituteofCharteredAccountantsofIndia #CArinkeshShahChairman #ahmedaba



