પથિક લીંબાચિયા, અમદાવાદ:
05 ફેબ્રુઆરી 2026:
GCCI દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે “બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ નાઉપયોગ” વિશે આયોજિત થયેલ સત્ર જેમાં “ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા” પર ધ્યાનકેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

GCCI એ તારીખ 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે સંયુક્ત રીતે એક સત્રનુંઆયોજન કર્યું હતું જેનો વિષય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ક્વોલિટી લીડ્સ જનરેટકરવા કેવી રીતે ઉપયોગ કરવો તે હતો.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે HKS માર્કેટિંગના ફાઉન્ડર શ્રી પાર્થ ખન્ના ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સંબોધન કરતા વિવિધ બાબતોપર પ્રકાશ પાડ્યો હતો જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા બિઝનેસ માટે ક્વોલિટી લીડ્સ જનરેટ કરવી, આબાબતે યોગ્ય વ્યૂહરચના તૈયાર કરવી, પ્લેટફોર્મ જેવાકે વોટ્સએપ બિઝનેસ અને વોટ્સએપ બિઝનેસ API નો અસરકારક ઉપયોગકરવો, ગ્રાહક સાથે સંપર્ક રાખવો તેમજ ફોલો-અપ કરી રિપીટ ઓર્ડર મેળવવા જેવા વિવિધ પાસાઓનો સમાવેશ થયો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યવસાયે પોતાની સફળતા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો અસરકારક ઉપયોગઅનિવાર્ય અંગ બની ગયેલ છે કારણ કે વધુ ને વધુ લોકો હવે પોતાનો મહત્તમ સમય સોશિયલ મીડિયા પર ગાળતા થયા છે અનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અસરકારક હાજરી દ્વારા કોઈ પણ વ્યવસાય વધુ લોકોનેઆકર્ષિત કરી શકે તેમ છે. સહભાગીઓ સાથે વિસ્તૃત ચર્ચા થકી સમગ્ર સત્ર ખુબ રસપ્રદ બની રહ્યું હતું.
સત્ર બાદ પ્રશ્નોત્તરી યોજાઈ, જેના દ્વારા ઉપસ્થિત સભ્યોને પ્રસ્તુતિ વધુ સારી રીતે સમજવામાં મદદ મળી.શ્રી જૈનિલ શાહ, ચેરમેન, સેન્ટર ફોર લર્નિંગ કમિટી, GCCI દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવતા સત્ર નું સમાપન થયું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #gcci #GCCIalongwithCentreforEntrepreneurshipDevelopmentinorganizedSessiononSocialMediaMarketingforBusinessGrowth #Generating #QualityLeadsThroughFacebook-Instagram-WhatsApp #SocialMediaMarketing #BusinessGrowth #ahmedaba



