- સ્કૂલના પર્સનલ કાર્યક્રમ માટે કોર્પોરેશનની અધિકૃત મંજૂરી વિના જ રોડ-રસ્તા અને ફુટપાથને તોડી નંખાઇ, એટલું ઓછુ હોય તેમ કોર્પોરેશનની માલિકીની પ્લોટમાં જ શાળાના કાર્યક્રમને લઇ ત્રણ દિવસ સુધી ગેરકાયદે પાર્કિગ વ્યવસ્થા કરી
- દિવ્યપથ હાઇસ્કૂલના સુપરવાઇઝર મુકેશ મોકર, ડિરેકટર સંજય પટેલ સહિત સંચાલકોએ રોડ-ફુટપાથની નુકસાની ભરપાઇ કરવામાં ગોળ ગોળ ફેરવતાં કોર્પોરેશન બગડયુ અને દિવ્યપથ હાઇસ્કૂલને સબક સમાન કાર્યવાહીના ભાગરૂપે એક લાખની પેનલ્ટી ફટકારી
પથિક લીંબાચિયા, અમદાવાદ:
11 ફેબ્રુઆરી 2026:
શહેરના પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં (મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી એઇસી બ્રિજ જવાના રોડ પર આવેલી) દિવ્યપથ હાઇસ્કૂલને પોતાની શાળાના એક પર્સનલ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફુટપાથ અને રોડને ગંભીર નુકસાન પહોંચાડવાનું બહુ ભારે પડયુ છે. અમ્યુકોના પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કોર્પોરેશનની જાહેર મિલ્કત એવા રોડ-રસ્તા અને ફુટપાથને નુકસાન પહોંચાડવા બદલ એક લાખ રૃપિયાની દાખલારૃપ પેનલ્ટી ફટકારી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, દિવ્યપથ હાઇસ્કૂલ દ્વારા શાળાના ત્રણ દિવસના કાર્યક્રમ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા અમ્યુકો સત્તાધીશોની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ બારોબાર જાતે જ મજબૂત ફુટપાથ(કરબીવાળી) તોડી કાઢી, રસ્તાને નુકસાન પહોંચાડી પાછું ગોકુળ ફલેટ્સ એન્ડ રોહાઉસને અડીને આવેલા કોર્પોરેશનના પ્લોટમાં જ પોતાની પાર્કિંગ વ્યવસ્થા કરી દીધી હતી.

અમ્યુકો દ્વારા દિવ્યપથ હાઇસ્કૂલને ત્રણ દિવસમાં એક લાખ રૃપિયાની આ પેનલ્ટી નારણપુરા વોર્ડ ઓફિસ ખાતે જમા કરાવી દેવા ફરમાન કરાયું છે, જો પેનલ્ટી જમા નહી કરાવાય તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદા(તેના રૃલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મુજબ) આગળની ગંભીર કાર્યવાહી કરશે તેવી પણ કડક તાકીદ સ્કૂલને કરવામા આવી છે.

પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં એઇસી બ્રિજથી વિવેકાનંદ સર્કલ તરફનો માર્ગ બહુ ટ્રાફિકવાળો અને વાહનોની સતત અવરજવરથી ભારે ધમધમતો માર્ગ છે. તાજેતરમાં જ આ રોડ પર આવેલી દિવ્યપથ હાઇસ્કૂલનો ત્રણ દિવસનો એક કાર્યક્રમ હતો અન ેતેના માટે ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિતના મોટી સંખ્યામાં આવનાર વાહનોને પાર્ક કયાં કરવા તે સૌથી મોટો સવાલ હતો. કારણ કે, દિવ્યપથ હાઇસ્કૂલ પાસે એટલી પાર્કિંગની સુવિધા નથી. જેથી પોતાનો સ્વાર્થ સાધવામાં અંધ બનેલી દિવ્યપથ હાઇસ્કૂલના સંચાલકો અને તેના માણસો દ્વારા શાળાની બાજુમાં જ આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ પર નજર નાંખી હતી અને કોર્પોરેશન સત્તાવાળાઓની કોઇપણ પ્રકારની અધિકૃત મંજૂરી લીધા વિના જ આ પ્લોટમાં પોતાના ત્રિદિવસીય કાર્યક્રમ માટે પાર્કિંગ વ્યવસ્થા કરવા જાતે ને જાતે લાંબી અને મજબૂત ફુટપાથ(કરબીવાળી) તોડી નાંખી હતી અને અંદરથી વાહનો જવા માટેનો રસ્તો બનાવી દીધો હતો, એટલું જ નહી, ત્રણ દિવસ સુધી કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ગેરકાયદે પાર્કિંગ કરી અમ્યુકોના રૃલ્સ અને રેગ્યુલેશન્સના ધજાગરા ઉડાડયા હતા.
દિવ્યપથ હાઇસ્કૂલ દ્વારા જાહેર મિલ્કત સમા રોડ-રસ્તા અને ફુટપાથને ગંભીર નુકસાન પહોંચાડાયુ હોવાની હકીકત ધ્યાને આવતાં કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સ્થળ મુલાકાત લીધી હતી અને દિવ્યપથ હાઇસ્કૂલના સુપરવાઇઝર મુકેશ મોકરને વોટ્સ અપ અને ટેલિફોનીક વાતચીત મારફતે સમગ્ર નુકસાનીની ભરપાઇ કરવા જણાવ્યું હતું. જો કે, સ્કૂલના સુપરવાઇઝર મુકેશ મોકરે નુકસાની ભરપાઇ કરવામાં હાથ ઉંચા કરી દઇ સ્કૂલના ડિરેકટર સંજય પટેલને આગળ કર્યા હતા. ચાર-પાંચ દિવસ સુધી સુપરવાઇઝ મુકેશ મોકર અને ડિરેકટર સંજય પટેલે કોર્પોરેશન સત્તાવાળાઓને ગોળ ગોળ ફેરવતાં કોર્પોરેશને તેની ગંભીર નોંધ લીધી હતી અને કોર્પોરેશને પૂરતો સમય આપ્યા બાદ પણ આખરે ફુટપાથ કે રોડ-રસ્તાને પહોંચાડેલ નુકસાની ભરપાઇ નહી થતાં અંતે પશ્ચિમ ઝોન, નારણપુરા વોર્ડ ઓફિસ તરફથી આજે એક સબક સમાન કાર્યવાહીના ભાગરૃપે દિવ્યપથ હાઇસ્કૂલને તાબડતોબ એક લાખ રૃપિયાની પેનલ્ટી ફટકારતી નોટિસ જારી કરી હતી. દિવ્યપથ હાઇસ્કૂલને ત્રણ દિવસમાં એક લાખ રૃપિયાની આ પેનલ્ટી નારણપુરા વોર્ડ ઓફિસ ખાતે જમા કરાવી દેવા ફરમાન કરાયું છે, જો પેનલ્ટી જમા નહી કરાવાય તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદા(તેના રૃલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મુજબ) આગળની ગંભીર કાર્યવાહી કરશે. દિવ્યપથ હાઇસ્કૂલના આ વિવાદને લઇ સમગ્ર વિસ્તારમાં અને શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
હાઇકોર્ટના હુકમ અનુસંધાનમાં વિવેકાનંદ સર્કલથી એઇસી બ્રિજ સુધીનો રોડ પ્રાયોરિટીમાં
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોડ-રસ્તા કે ફુટપાથ પર લારી-ગલ્લા, સ્ટોલ્સ, રેકડી સહિતના દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી માટે રોડ સૂચિત કરાયા છે, તેના ભાગરૃપે વિવેકાનંદ સર્કલથી એઇસી બ્રિજ સુધીનો રોડ અમ્યુકો દ્વારા પ્રાયોરિટીમાં લેવાયો છે અને તેથી અમ્યુકો સત્તાવાળાઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા છાશવારે આ રોડના પટ્ટામાં લારી-ગલ્લા, પાથરણાંવાળા, સ્ટોલ્સ, લક્ઝરી બસો હટાવવાની ઝુંબેશ ચાલતી હોય છે. તાજેતરમાં કોર્પોરશન સત્તાવાળાઓએ પાણી પુરી સહિતની લારીઓ-રેકડીઓ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #MemnagarDivyapathHighSchoolgetspenaltyofRs.1lakhfromMunicipalCorporation #Memnagar #DivyapathHighSchool #MunicipalCorporation #Penalty #ahmedaba



