- MarkPatent.Org દ્વારા બૌદ્ધિક સંપદા પર 19મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવી રહ્યો છે.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
13 ફેબ્રુઆરી 2026:
MarkPatent.Org જે બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક બિન-નફાકારક સંસ્થા છે, તેણે 13 અને 14 ફેબ્રુઆરી, 2026ના રોજ રેનીસન બાય મેરિયોટ, અમદાવાદ ખાતે 19મુ વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિનુ સંમેલન યોજવામાં આવી રહ્યુ છે.

ડૉ. રાજેશકુમાર આચાર્ય, જે એક અનુભવી પેટન્ટ અને ટ્રેડમાર્ક્સ એટર્ની છે, અને એચ.કે. આચાર્ય એન્ડ કંપની ના પ્રોપરાઇટર છે. જેમણે MarkPatent.Org ની સ્થાના કરી, આ સંસ્થા ટ્રેડમાર્ક, પેટન્ટ, કૉપિરાઇટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો વિશે લોકોને જાણકારી અને જાગૃતિ આપવાનું કાર્ય કરે છે.
સર્જનાત્મક અધિકારોના સંરક્ષણ માટે વૈશ્વિક નિષ્ણાતોની ચર્ચા
અમદાવાદમાં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (આઈપીઆર) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વચ્ચેના જટિલ સંબંધોને લઈ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું, જેમાં વિશ્વભરના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ સંમેલનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજેશ આચાર્ય અને ટ્રસ્ટી ઓમકાર આચાર્ય છે.
સંમેલનમાં આયોજકો એ જણાવ્યું કે એઆઈ મોડલ્સને વિશ્વભરની પુસ્તકો, લેખો અને જ્ઞાન પર ટ્રેન કરવામાં આવે છે, જેના કારણે એઆઈ નવી અને મૂળ કૃતીઓ જેવી રચનાઓ સર્જે છે. પરિણામે, મૂળ સર્જકોને યોગ્ય લાભ મળતો નથી અને તેમના અધિકારો પર અસર થાય છે.
વિશેષજ્ઞોએ જણાવ્યું હતું, “જો ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું યોગ્ય રીતે સંરક્ષણ નહીં થાય તો માનવ સર્જનાત્મકતા ઘટશે અને સાંસ્કૃતિક હ્રાસ થશે.” સંમેલનનું મુખ્ય ઉદ્દેશ આ મહત્વના વિષય પર જાગૃતિ ફેલાવવાનો અને શક્ય ઉકેલો શોધવાનો છે.
આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કર્યા હતા. સંમેલનમાં એઆઈ દ્વારા સર્જાતા નવા પ્રશ્નો અને તેના હલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રસ્ટી ઓમકાર આચાર્યએ જણાવ્યું હતું કે, “આવા સંમેલનો દ્વારા વૈશ્વિક સ્તરે જાગૃતિ વધે છે અને સર્જનાત્મક અધિકારોની રક્ષા માટે નીતિગત ચર્ચા શક્ય બને છે.”
અંતે, સંમેલનના આયોજકો અને ઉપસ્થિત નિષ્ણાતોએ એઆઈ અને આઈપીઆર વચ્ચે સંતુલન સાધવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. Shape of Goods (વસ્તુનો આકાર)
Shape of Goods એટલે કોઈ વસ્તુનો બહારનો 3D (ત્રિ-પરિમાણીય) આકાર કે બંધારણ.
મુખ્ય મુદ્દા:
વસ્તુનું ભૌતિક સ્વરૂપ (ફોર્મ)
તે કાર્યાત્મક (functional) અથવા દેખાવ માટે હોઈ શકે
કેટલીક પરિસ્થિતિમાં તેને ટ્રેડમાર્ક તરીકે પણ સુરક્ષા મળી શકે
તે ડિઝાઇન કાયદા હેઠળ પણ સુરક્ષિત થઈ શકે
ઉદાહરણ:
Coca-Cola Bottle નો ખાસ વળાંકદાર આકાર — આ “shape of goods” છે.
2️⃣ Design (ડિઝાઇન)
Design એટલે વસ્તુનો શોભાત્મક (ornamental) અથવા દેખાવ સંબંધિત ભાગ. તેમાં સમાવેશ થાય છે: આકાર (shape)
પેટર્ન (pattern) બંધારણ (configuration) રેખાઓ અથવા રંગોની રચના
⚠️ નોંધ: ડિઝાઇન માત્ર દેખાવને સુરક્ષા આપે છે, કાર્ય (function) ને નહીં.
ઉદાહરણ:
iPhone નું આકર્ષક બહારનું ડિઝાઇન — Industrial Design તરીકે નોંધાઈ શકે છે.
🔎 મુખ્ય તફાવત
આધાર Shape of Goods (વસ્તુનો આકાર) Design (ડિઝાઇન) અર્થ વસ્તુનો 3D ભૌતિક આકાર દેખાવ અને શોભા સંબંધિત ભાગ ધ્યાન બંધારણ પર સુંદરતા અને દેખાવ પર કાર્ય સાથે સંબંધ કાર્યાત્મક હોઈ શકે કાર્યાત્મક ભાગ સુરક્ષિત નથી કાયદાકીય સુરક્ષા ટ્રેડમાર્ક અથવા ડિઝાઇન કાયદા હેઠળ Industrial Design કાયદા હેઠળ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Design #IndustrialDesign #MarkPatent.Org #ai #AI #ipr #19thInternationalSeminaronIntellectualProperty #ahmedaba



