પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 ફેબ્રુઆરી 2026:
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી અને માર્કેટિંગનો નવો પ્રયોગ કરતાં સ્ટુડિયો અર્વા પ્રોડક્શને તેમની આગામી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘બ્લેક બર્થડે’ માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. કદાચ પ્રથમવાર, કોઈ ગુજરાતી ફિલ્મનું ખાસ વર્ટિકલ ફોર્મેટ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ખાસ કરીને મોબાઈલ યુઝર્સના અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓરિજિનલ ટ્રેલરની રોમાંચક ઝલક આપે છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે મોટાભાગના દર્શકો મોબાઈલ પર કન્ટેન્ટ નિહાળતા હોય છે, ત્યારે આ પહેલ ગુજરાતી સિનેમા માટે કાંઈક નવું લાવી છે.

આ વર્ટિકલ ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે. શોર્ટ વીડિયો ફોર્મેટમાં તૈયાર કરાયેલું આ ટ્રેલર આખું ટ્રેલર નથી, પરંતુ ફિલ્મના રહસ્ય અને ડાર્ક થીમને ટૂંકમાં અને પ્રભાવશાળી રીતે રજૂ કરે છે.
ફિલ્મના નિર્માતા સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિ છે. દિગ્દર્શક બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલીના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મના દિગ્દર્શકો જણાવે છે કે, મોબાઈલ યુઝરની વિશાળ સંખ્યાને જોતા વર્ટિકલ ટ્રેલર લોન્ચ કરવું એ વધુ અસરકારક માધ્યમ છે. આ પ્રયોગ દ્વારા ફિલ્મની વાર્તાના મુખ્ય અંશો અને સસ્પેન્સને સીધું દર્શકોના મોબાઈલ સ્ક્રીન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણ અને ભયાનક મર્ડર મિસ્ટ્રીની આસપાસ ફરે છે. આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામા ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેક્ષકોને સીટ પર જકડી રાખતો આ નવો સિનેમેટિક અનુભવ હવે નવા અંદાજમાં મોબાઈલ પર પણ ધૂમ મચાવી રહ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #GujaratiFilmBLACKBIRTHDAY #trending #ahmedaba #GujaratiCinema #Suspense #Murder #Mystery #actor #BlackBirthdayFilm #GujaratiFilmBlackBirthday #High-VoltageThrillerDrama #Mysterious #Suspense #LoveTriangle #MysteriousMurderMystery #DarkTheme #BlackBirthday #GujaratiFilm #chetandaiya #jitendra_thakkar #StudioArvaProduction #Releasing13Feb2026 #SupportGujaratiCinema #aarjavtrivedi #yogita #smitintheframe #dhruveesoni #maganluharhere



