- ગુજરાત સરકારના બજેટમાં વકીલોને વિશેષ પ્રધાન્યતા આપી – ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ
- ડિજિટલાઈઝેશનના પ્રોજેક્ટથી વકીલ મંડળોને અનેકવિધ લાભો હાથ વગા બનશે ; ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 19 ફેબ્રુઆરી 2026:
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ બજેટ દરમ્યાન સરકાર દ્વારા રાજયભરના વકીલોના કલ્યાણ અર્થે રૃ. પાંચ કરોડની જાહેરાત ઉપરાંત ડિજિટલાઇઝેશન અને રાજયના વકીલમંડળોના આધુનિકીકરણ માટે રૃ.૧.૭૫ કરોડની વિશેષ ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે રાજયના ૨૮૨ જેટલા વકીલમંડળો(બાર એસોસીએશનો)ન ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનની સજ્જ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા મીશન અંતર્ગત હવે રાજયના તમામ બાર એસોસીએશોને ડિજિટલ કનેકટીવીટીના ભાગરૃપે સત્તાવાર વેબસાઇટ સહિતની અદ્યતન સેવાઓ ઉપલબ્ધ બનશે.
વડાપ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાના ભાગરૃપે સરકાર તરફથી બજેટમાં વકીલઆલમ અને કાયદાની સેવા માટે ડિજિટલાઇઝેશનના પ્રોજેકટ માટે પોણા બે કરોડ રૃપિયાની વધારાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી.

ડિજિટલાઝેશન માટેની સરકારની જાહેરાત અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી પોણા બે કરોડ રૃપિયાની વિશેષ ગ્રાંટ મળવાના કારણે રાજયભરના વકીલમંડળો ખાસ કરીને જિલ્લા-તાલુકા કક્ષાના અને આંતરિયાળ-છેવાડાના બાર એસોસીએશનોને પણ હવે હાઇટેક અને ડિજિટલ કનેકટીવીટી સાથે સાંકળી શકાશે. વકીલઆલમ તેમ જ કાયદાની સેવામાં આ એક ડિજિટલ ક્રાંતિ બની રહેશે. આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.
દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલ ની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ડિજિટલ મિશન ના પ્રોજેક્ટથી રાજ્યની જુદી જુદી કોર્ટોના વકીલ મંડળોને ખાસ કરીને જુનિયર વકીલોને બહુ મોટો લાભ થશે. જેમાં વકીલોને હાઈટેક, એઆઈ અને ઓનલાઇન સહિતની તમામ સુવિધાઓ તેમજ ફાયદાઓ હાથવગા બનશે. ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ વકીલ આલમના હિતને ધ્યાનમાં રાખીને બજેટમાં વધારાની પોણા બે કરોડ રૂપિયાની ફાળવણી કરવા બદલ ગુજરાત સરકારનો અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
કાયદાના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના મુખ્ય આકર્ષણો
- આ પ્રોજેકટના ભાગરૃપે રાજયના તમામ ૨૮૨ વકીલમંડળોને પોતાની સત્તાવાર વેબસાઇટ મળશે
- તમામ વકીલમંડળોને હાઇટેક સોફ્ટવેર આપવામાં આવશે, જેનાથી મેનેજમેન્ટ સરળ બનશે
- બાર એસોસીએશનના તમામ સભ્યો માટે મોબાઇલ એપ ઉપલબ્ધ બનાવાશે
- કેસ મેનેજમેન્ટ, કલાયન્ટ મેનેજમેન્ટ સહિતની ૧૦૦થી વધુ પ્રોએકટી સુવિધાઓ હાથવગી બનશે
- લીગલ જીપીટી, એઆઇ ડ્રાફ્ટીંગ, ડોકયુમેન્ટ ટ્રાન્સલેશન જેવી અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય થશે
- સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન માટે વિશેષ ઇ-વીડિયો ચેનલ શરૃ કરાશે
- આ તમામ સેવાઓ વિનામૂલ્યે વકીલઆલમને ડિજિટલાઇઝેશન પ્રોજેકટ અંતર્ગત પ્રાપ્ય બનશે
#GujaratGovernmentBudgetProvisionofFivecroresOneTimeForLawyers #budget #BarCouncil #GujaratVidhanSabha #FinanceMinisterkanubhaidesai #ChiefMinisterBhupendrabhaiPatel #pmNarendraModi #GujaratGovernmentBudget #Lawyers #budget #BarCouncil #GujaratVidhanSabha #FinanceMinisterkanubhaidesai #ChiefMinisterBhupendrabhaiPatel #pmNarendraModi #Governmenthasgivenmorebackdoorsforwelfareoflawyersunder #DigitalIndiaMission #GujaratVidhanSabha #BJPLegalCellConvenorJ.J.Patel #DigitalizationProject #DigitalIndia



