- જુના ઝઘડાની અદાવતમાં આરોપીએ લાકડાના ડંડાના ફટકા મારી મારીને યુવકને જાહેરમાં પતાવી દેવાનો ચકચારી કેસ
- રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલની દલીલોગ ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપીને જન્મટીપની સજા ફટકારી
અમદાવાદ: 27 ફેબ્રુઆરી 2026:
શહેરના દાણીલીમડા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતમાં જાહેરમાં એક યુવકને લાકડાના ડંડાના ફટકા મારી મારીને જાહેરમાં જ પતાવી દેવાના ચકચારભર્યા કેસમાં અત્રેના એડિશનલ સેશન્સ જજ પી.જે.રાવલે આરોપી ઇમરાન ઉર્ફે સોનુ મહેબૂબભાઇ શેખને જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે સામાન્ય વાતમાં જાહેરમાં આ પ્રકારે યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના આરોપીના ગુનાહિત કૃત્યની અને જાહેરમાં મર્ડરની ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને તેને દાખલારૃપ આજીવન કેદની સજા ફટકારી હતી.
ચકચારભર્યા આ કેસના ટ્રાયલ દરમ્યાન રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગત તા.૨૯-૩-૨૦૨૨ના રોજ આરોપી ઇમરાન ઉર્ફે સોનુ મહેબૂબભાઇ શેખે અગાઉના ઝઘડાની અદાવતમાં દાણીલીમડા રીક્ષા સ્ટેન્ડની બાજુમાં જાહેરમાં જ સ્થાનિક લોકો અને અન્ય સાહેદોની હાજરીમાં ફરિયાદીના ભાઇ સમીર બાબુભાઇ મન્સૂરીને લાકડી અને ડંડાના ફટકા મારી મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે આરોપીની વિરૃધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, આરોપીએ નજીવી બાબતમાં અંગત અદાવત રાખી યુવકને જીવલેણ હુમલાનો ભોગ બનાવી જાહેરમાં તેનું મર્ડર કર્યું છે. આરોપીના ગુનાહિત કૃત્યના કારણે સ્થાનિકોમાં ભય અને ડરનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે આવા આરોપીઓ સમાજ અને નિર્દોષ નાગરિકો માટે ખતરારૃપ છે અને તેથી કોર્ટે આરોપીને દાખલારૃપ સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન ઉર્ફે સોનુ મહેબૂબભાઇ શેખને જન્મટીપની આકરી સજા ફટકારી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Danilimdamurdercaseaccusedgivenlifesentence #Danilimda #Youthmurder #accusedgivenlifesentence #ahmedaba



