- ચેક રિટર્નની કોર્ટના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કે.બી.વાઘેલા દ્વારા ઝડપી કેસોના નિકાલની દિશામાં બહુ નોંધનીય ઉદાહરણ પ્રસ્થાપિત કરાયુ
- ચેક રિટર્નની કોર્ટના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કે.બી.વાઘેલા દ્વારા ઝડપી કેસોના નિકાલની દિશામાં બહુ નોંધનીય ઉદાહરણ પ્રસ્થાપિત કરાયુ
કાપડની પેઢી પાસેથી માલ લીધા બાદ રૂ.45 લાખના ચેકો પરત ફરતાં એલીગન્ટ ફેબ્રીક્સના પાર્ટન રોહિત દારક ત્રણેય કેસોમાં બે-બે વર્ષની સજા, દરેક કેસમાં રૃ15-15 લાખની રકમ ફરિયાદી પેઢીને ચૂકવી આપવા કોર્ટનું ફરમાન, આરોપી રોહિત દારકના બેલ બોન્ડ પણ કોર્ટે કેન્સલ કર્યા
અમદાવાદ: 23 ફેબ્રુઆરી 2026:
અમદાવાદ શહેરમાં લાલ દરવાજા અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે આવેલી ચેક રિટર્નની કોર્ટોમાં ચેક બાઉન્સના આશરે સાડા ચાર લાખથી વધુ કેસો પડતર છે ત્યારે આ કેસોનું ભારણ ઘટાડવા અને તેના ઝડપી નિકાલ માટે ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ હિમાયત કરી છે ત્યારે અત્રેના એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કે.બી.વાઘેલાએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ત્રણ ત્રણ અલગ કેસોનો ટ્રાયલ ચલાવી, સાક્ષીઓની જુબાની, પુરાવા લેવા સહિતની સમગ્ર પ્રક્રિયા એક જ વર્ષમા પૂર્ણ કરી ત્રણેય કેસમાં આરોપીને જુદી જુદી સજા ફટકારતા ચુકાદા એક વર્ષના ટૂંકા ગાળામાં જાહેર કર્યા હતા અને ન્યાયતંત્રમાં કેસોના ઝડપી નિકાલની દિશામાં એક નોંધનીય ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું.

કોર્ટે ચેક રિટર્નના ત્રણેય અલગ-અલગ કેસોમાં આરોપી એલીગન્ટ ફેબ્રીક્સના પાર્ટનર રોહિત દારકને બે-બે વર્ષની કેદની સજા ફટકારી હતી. વધુમાં, કોર્ટે આરોપીને ફરિયાદીની ચેકની રકમ જેટલી પ્રત્યેક કેસમાં રૃ.૧૫-૧૫ લાખની કુલ મળી રૃ.૪૫ લાખની રકમ ૯ ટકા વ્યાજ સાથે ૬૦ દિવસમાં ફરિયાદપક્ષને ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. સાથે સાથે કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, આરોપી ભાગીદાર રોહિત દારકે દરેક કેસની સજા અલગ અલગ ભોગવવાની રહેશે.
શહેરના રાયપુર વિસ્તારમાં આવેલ ન્યુ કલોથ માર્કેટ ખાતેની ફરિયાદી અંજની લાલ ફેબ દ્વારા આરોપી એલીગન્ટ ફેબ્રીક્સ અને તેના પાર્ટનર રોહિત દારક વિરૃધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અને ૧૪૧ હેઠળ કોર્ટમાં એડવોકેટ આર.પી.પન્સમારી મારફતે ફરિયાદો દાખલ કરી હતી. જેમાં ફરિયાદી કંપનીએ આરોપીપક્ષને આશરે કુલ રૃ.૪૬ લાખ રૃપિયાનો કાપડનો માલ આપ્યો હતો અને તે પેટે આરોપી પેઢી અને તેના ભાગીદાર દ્વારા જુદી જુદી તારીખના કુલ મળી રૃ.૪૫ લાખના ચેકો આપવામાં આવ્યા હતા. ફરિયાદીપક્ષે આ ચેકો ભરતાં તે અદાલતમાંથી અપૂરતા ભઁડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ફરિયાદી કંપનીએ આરોપી એલીગન્ટ ફેબ્રીક્સ અને તેના પાર્ટનર રોહિત દારક વિરૃધ્ધ અલગ-અલગ ત્રણ કેસો દાખલ કર્યા હતા. ફરિયાદી કંપની તરફથી એડવોકેટ આર.પી.પન્સારીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય કેસોમાં આ મહત્ત્વના ચુકાદા જાહેર કર્યા હતા.
સામાન્ય રીતે ચેક રિટર્નના કેસોનો ટ્રાયલ પૂર્ણ થવામાં અને ચુકાદો જાહેર થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી જતા હોય છે., કેટલાક કેસોમાં આરોપીઓ કે ફરિયાદપક્ષનો સહકાર ના મળે તો ટ્રાયલ વિલંબિત પણ થયો હોય છે અને આઠથી દસ વર્ષ સુધી પણ કેસો લંબાઇ જતા હોય છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ ચેક રિટર્નના કેસોના ભરાવાનો નિકાલ કરવા નવી કોર્ટોની પણ રચના કરી છે. ત્યારે એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કે.બી.વાઘેલા દ્વારા ત્રણ અલગ અલગ કેસો માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ચલાવી, સાક્ષીઓની જુબાનીથી લઇ પુરાવો લેવા સહિતની સમગ્ર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર એક જ વર્ષમાં ત્રણેય કેસોનો ચુકાદો જાહેર કરી ન્યાયતંત્રમાં ઝડપી કેસોના નિકાલની દિશામાં એક દાખલારૃપ ઉદાહરણ સ્થાપિત કરી ધ્યાન ખેંચ્યુ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ChequeReturn #AdditionalChiefJudicialMagistrateKB.Vaghela #ThreeSeparateCasesofChequeReturnCompletedTrialInOneYear,JudgmentAnnounced



