પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 ફેબ્રુઆરી 2026:
મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ ખાતે “ઓપોર્ચ્યુનિટીઝ ફોર એમએસએમઈઝ” વિષય પર એમએસએમઈ કોન્ક્લેવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના પ્રમુખ શ્રી રાજીવ ગાંધીએ (મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ) પ્રારંભિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવનો હેતુ એમએસએમઈને બદલાતા આર્થિક લેન્ડસ્કેપમાં કેવી રીતે આગળ વધવું અને મજબૂત બિઝનેસ મોડલ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નથી રહ્યું; તે બાયો-ફાર્મા અને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક પ્રયોગશાળા બની રહ્યું છે. ૨૦૨૬નું વાતાવરણ એમએસએમઈઝને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માટે જરૂરી ‘ચૅમ્પિયન’ સ્ટેટસ પ્રદાન કરે છે.” ડૉ. જૈમિન આર. વસા (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વસા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ) દ્રારા થીમ વિશે વધુ પરિચય આપવામાં આવ્યો હતો.

ફિક્કી ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ગોકુલ જયકૃષ્ણ (સીઈઓ અને એમડી, અસાહી સોંગવોન કલર્સ લિમિટેડ)એ જણાવ્યું હતું કે, “૨૦૨૬ની શરૂઆતથી જ ગુજરાત ભારતનાં એમએસએમઈ ક્ષેત્ર માટે વૃદ્ધિનું મુખ્ય એન્જિન રહ્યું છે. તાજેતરના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અને ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ (જે ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે) સાથે, રાજ્ય ડીપ-ટેક, ગ્રીન એનર્જી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને પ્રાથમિકતા આપી રહ્યું છે. હવે ધ્યાન પરંપરાગત મેન્યુફેક્ચરિંગથી હટીને “સનરાઇઝ સેક્ટર્સ” એટલે કે સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ટેક અને ફૂડ પ્રોસેસિંગ, તેમજ ફાર્મા અને બાયો-ફાર્મા પર કેન્દ્રિત થયું છે.”
શ્રી મનોજ કુમાર વત્સ (જોઈન્ટ ડિરેક્ટર અને એચઓઓ, એમએસએમઈ-ડીએફઓ, ભારત સરકાર); શ્રી તેજસ મહેતા (આસિસ્ટન્ટ કમિશનર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર); શ્રી પિલક શાહ (હોલ ટાઈમ ડિરેક્ટર, હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ); અને શ્રી અમોલી શાહ (ડિરેક્ટર, પ્રશાંત ગ્રુપ) દ્રારા પેનલ ડિસ્કશનને સંબોધિત કરતા વિવિધ તકો તેમજ મૂલ્યવાન વિચારો વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમની ઝલક માટે કૃપા કરીને જોડાયેલ ફોટોગ્રાફ્સ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ama #OpportunitiesforMSMEs #ManagementFest2026 #MSMEConclave2026 #AhmedabadManagementAssociation



