આ પેઈન્ટિંગ પ્રદર્શન યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ શક્તિની જીવંત ઊર્જા તરીકે રજૂ કરે છે, જે જ્ઞાન, ચેતના અને આંતરિક શક્તિના 64 પરિમાણ દર્શાવે છે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 ફેબ્રુઆરી 2026:
પ્રસિદ્ધ કલાકાર બીના એસ ઉન્નીકૃષ્ણનનું પ્રશંસનીય ચિત્રકળા પ્રવાસ પ્રદર્શન “એકા – ધી વન : ધી 64 યોગીનીસ ટ્રેઇલ” મંગળવારે અમદાવાદમાં હુથીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે શરૂ થયું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાપ્રેમીઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી 64 યોગીનીઓ પર કેન્દ્રિત આકર્ષક પેઇન્ટિંગ નિહાળી શકશે. વિવિધ 16 રાજ્યોમાં 81 દિવસ યોજાનારું આ પ્રદર્શન, અમદાવાદમાં 11 થી 13 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ માટે ખુલ્લું રહેશે.

“એકા – ધી વન” પ્રદર્શનમાં 64 ઓરીજીનલ પેઇન્ટિંગ છે, જે આજના નારીવાદી અને આધ્યાત્મિક પ્રવચન માટે ભારતની પ્રાચીન યોગિની દેવીઓને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. એક સામાન્ય પરંપરાગત કલા પ્રદર્શનને બદલે, એક ભાવનાત્મક, મંત્રમુગ્ધ કરી દેનારા અનુભવ તરીકે કલ્પના કરાયેલું, આ પ્રદર્શન યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ શક્તિની જીવંત ઊર્જા તરીકે રજૂ કરે છે, જે જ્ઞાન, ચેતના અને આંતરિક શક્તિના 64 પરિમાણ દર્શાવે છે.
આ પ્રોજેક્ટ બીના એસ ઉન્નીકૃષ્ણનની દાયકા લાંબી કલાત્મક અને આધ્યાત્મિક યાત્રાનું રિઝલ્ટ છે, જે વર્ષ 2015 માં શરૂ થઈ હતી. આટલા વર્ષો દરમિયાન, તેમણે ઓડિશાના હીરાપુર, ગ્વાલિયરના મુરેના, મધ્યપ્રદેશના ભેદાઘાટ અને ખજુરાહો જેવા મુખ્ય યોગિની મંદિર સ્થળોની લાંબી મુસાફરી કરી છે તેમજ મંદિરના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને આ પવિત્ર સ્થાનો સાથે સંકળાયેલી સૂક્ષ્મ અનુભવાત્મક ઉર્જા, શક્તિઓનો અભ્યાસ કર્યો છે.

તેમણે તેમની પેઇન્ટિંગમાં મૂર્તિ/શિલ્પ સ્વરૂપોની નકલ કરવાને બદલે, દરેક યોગિનીના સાહજિક અને ધ્યાનાત્મક અનુવાદો બનાવ્યા છે અને આ રીતે તેમણે માનવ અને ભગવાન વચ્ચે મજબૂત જોડાણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમની વિઝુઅલ ભાષામાં, યોગીનીઓ આજના જમાનાની શક્તિશાળી સ્ત્રી જેવી દેખાય છે, જે શાંત છતાં મક્કમ છે, જેની આંખો ચમકીલી અને એક્સપ્રેસીવ છે તેમજ વાળ લહેરાતા છે. તેમના પેઇન્ટિંગ, માનસિક અને આધ્યાત્મિક ગુણો જેમ કે રક્ષણ, પરિવર્તન, હિંમત અને આંતરિક જાગૃતિ પર ભાર મૂકે છે. ગૌરી, જે નવી શરૂઆત અને પરિવર્તન સાથે સંકળાયેલી છે; ચર્ચિકા, જે સત્ય અને હિંમતની પ્રખર રક્ષક છે તેમજ ભદ્રકાળી, જે અજ્ઞાનને દૂર કરીને સંતુલન સ્થાપિત કરે છે, જેવા પાત્રોને આધુનિક દર્શકો માટે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આદર્શો તરીકે માનવામાં આવે છે.

4 ડિસેમ્બર, 2025 ના રોજ નવી દિલ્હીમાં લોંચ થયેલું, “એકા – ધી વન” પ્રદર્શન અત્યાર સુધીમાં કોચી, કોઈમ્બતુર, બેંગલુરુ, મુંબઈ અને ભોપાલ સહિતના શહેરોમાં યોજાઈ ચુકયું છે. આ પ્રદર્શનને તેની કલા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સુધાર સાથેની સુસંગતતા માટે ખુબજ પસંદ કરવામાં આવ્યું છે. અમદાવાદ આ યાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે, જે આ પ્રદર્શનને ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસા અને પ્રેક્ષકો તથા આધ્યાત્મિક પરંપરાઓ સાથેના તેના લાંબા સમયથી સંકળાયેલા વાતાવરણ સાથે જોડે છે.
આ શો તમામ 64 કેનવાસને એક મંત્રમુગ્ધ કરનારા વાતાવરણ તરીકે રજૂ કરે છે, જેમાં યોગીનીઓને ધાર્મિક મૂર્તિઓ તરીકે નહીં, પરંતુ ભારતના સ્ત્રી વારસાને ફરીથી મેળવવા અને મર્દાની-સ્ત્રી ઊર્જાને ફરીથી સંતુલિત કરવા માટે સૌંદર્યલક્ષી, બૌદ્ધિક અને પોલિટિકલ ફ્રેમવર્ક સ્વરૂપે દર્શાવવામાં આવી છે.
આ પ્રદર્શન બીના એસ ઉન્નીકૃષ્ણનનું પુસ્તક, “વ્હિસ્પર્સ ઓફ ધ અનસીન: ધ ક્વેસ્ટ ફોર 64 યોગીનીસ” સાથે જોડાયેલું છે, જે ચિત્રો પાછળની આંતરિક અને બાહ્ય યાત્રા દર્શાવે છે. તેમાં પૌરાણિક કથાઓ, મંદિર યાત્રાઓ અને વ્યક્તિગત અનુભવોનું એકસાથે વર્ણન કરવામાં આવ્યું છે. તેના ચિત્રો દ્વારા, કલાકાર લેખિકા 64 યોગીનીઓના સાંસ્કૃતિક મહત્વ, સમૃદ્ધિ અને પ્રતીકવાદની સમીક્ષા કરે છે.
અહીં વિઝીટર્સ, જૈન જોસેફ દ્વારા દિગ્દર્શિત 65 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ “Y64 – વ્હિસ્પર્સ ઓફ ધ અનસીન” નો પ્રિવ્યુ પણ અનુભવી શકે છે, જે કલાકારની યાત્રા અને સર્જનાત્મક પ્રક્રિયાનું વર્ણન કરે છે.
અમદાવાદ પછી, “એકા – ધ વન” પ્રદર્શન જયપુર, દિલ્હી, ગ્વાલિયર સહિત વિવિધ શહેરોમાં યોજાશે. તેના આયોજનની 10,000 કિમીની સફર સતત ચાલુ રહેશે અને એપ્રિલમાં ચેન્નાઈમાં સમાપ્ત થશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ReimaginingYoginis #64YoginisTrail #BeenaSUnnikrishnan’s‘Ekaa–TheOne’exhibitionopens #artist-Beena”S”Unnikrishnan’s #ahmedaba



