- બાર કાઉન્સીલના ઇલેકશનના ઇતિહાસમાં સૌપ્રથમવાર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ સાથે સોંગદનામા-ડેકલેરેશન રજૂ કરવા પડશે.
- વકીલ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, તા.7મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, ઇલેકશનને લઇ ફાઇનલ મતદાર યાદી પણ જાહેર
અમદાવાદ: 02 ફેબ્રુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની આગામી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આવતીકાલથી સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૃઆથ થવા જઇ રહી છે ત્યારે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીના નિર્દેશ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સંબંધિત રૃલ્સ અનુસંધાનમાં આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારો ફોર્મ સાથે સોંગદનામાં-ડેકલેરેશન દાખલ કરવા પડશે. ઉમેદવારોએ આ સોગંદનામાંમાં તેમની વિરૃધ્ધમાં કોઇ ક્રિમીનલ કેસો કે બાર કાઉન્સીલની શિસ્ત સમિતિ સમક્ષ કોઇ ડિસીપ્લીનરી પ્રોસીડીંગ્સ પેન્ડીંગ નથી તે સહિતની બાબતોની વિગતવાર માહિતી જાહેર કરવી પડશે. આ નવા ફરમાન અને નિયમને લઇ બાર કાઉન્સીલની ચૂંટણીમાં ક્રિમીનલ કેસો કે શિસ્ત સમિતિ સમક્ષની કાર્યવાહીનો સામનો કરી રહેલા ઉમેદવારો પત્તા કપાઇ જવાની પૂરી સંભાવના છે.

બીજીબાજુ, આ નવા ફરમાનને લઇ રાજયભરના વકીલઆલમમાં જબરદસ્ત ઉહાપોહ અને ખળભળાટ મચી ગયો છે, કારણ કે, પહેલા આવા સોગંદનામાં કે ડેકલેરેશન કરવાની કોઇ પ્રથા કે નિયમ ન હતા અને કોઇપણ વકીલ ઉમેદવાર ચૂંટણી લડી શકતા હતા પરંતુ હવે આ કડક નિયમોને પગલે ઘણા વકીલો બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીની સ્પર્ધામાંથી આપોઆપ જ નીકળ જશે, એટલે કે, તેમના પત્તા સાફ થઇ જશે. તેથી વકીલોમાં નારાજગી છે.

દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર બાર કાઉન્સીલની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ સાથે જરૃરી સોગંદનામાં-ડેકલેરેશન ફાઇલ કરવા પડશે. જેમાં તેઓની વિરૃધ્ધ સાત વર્ષ કે સાત વર્ષથી સજાના ગુના સંબંધી બે થી વધુ કોઇ ક્રિમીનલ કેસો કોર્ટમાં પેન્ડીંગ છે કે નહી, તેમની વિરૃધ્ધ સ્ટેટ બાર કાઉન્સીલમાં શિસ્ત સમિતિ સમક્ષ કોઇ ડિસીપ્લીનરી કાર્યવાહી પેન્ડીંગ છે કે નહી, તેમને કોઇ ક્રિમીનલ કેસમાં સજા થઇ નથી ને..?, કે ડિસીપ્લીનરી કમીટી દ્વારા તેમને સસ્પેન્શન, દંડ સહિતની સજા થઇ નથી ને…? તેઓ હેન્ડરાઇટીંગ એક્સપર્ટ તરીકે અથવા તો બીજા ધંધા કે વ્યવસાયમાં જોડાયેલા નથી ને..? તેમની ડિગ્રી અને માર્કશીટ સાચી અને ખરી છે કે કેમ..?, તે સહિતની વિગતો સોગદનામાં પર જાહેર કરવી પડશે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, બાર કાઉન્સીલની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ ઉપરોકત સોગંદનામા-ડેકલેરેશન સાથે તેમના ઉમેદવારી ફોર્મ રિટર્નીંગ ઓફિસર સમક્ષ રજૂ કરવાના રહેશે. જેમાં પ્રત્યેક ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ સાથે બે ટેકેદારોના પણ સોગંદનામાં રજૂ કરવા પડશે. આવતીકાલે રવિવારે રજા હોવાછતાં ઇલેકશનને લઇ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૃઆત થઇ જશે., ઉમેદવારો તેમના ઉમેદવારી ફોર્મ તા.૭મી ફેબુ્રઆરી સુધી ભરી શકશે. ત્યારબાદ તા.૯મી ફેબુ્રઆરીએ ફોર્મ ચકાસણી બાદ તા.૧૦થી ૧૨ ફેબુ્રઆરી દરમ્યાન ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે અને તા.૧૩મી ફેબુ્રઆરીએ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાશે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ આજે વકીલ મતદારોની ફાઇનલ આખરી યાદી જાહેર કરી દેવાઇ છે.
બાર કાઉન્સીલની ચૂંટણીમાં ૧૨૫થી વધુ ઉમેદવારો ઝંપલાવે તેવી શકયતા
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, આ વખતની ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં ૧૨૫થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરે તેવી શકયતા છે. જો કે, સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, હવેથી બાર કાઉન્સીલમાં મહિલા વકીલો માટે ૩૦ ટકા અનામત રાખવાની હોવાથી આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમવાર મહિલા વકીલોએ મોટી સંખ્યમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ વખતે ૩૫થી વધુ મહિલાઓ ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી શકયતા છે. જે આંકડો દર વખતની ચૂંટણીમાં માત્ર ત્રણ-ચારનો હતો. ૩૦ મહિલા અનામતના ચુકાદા અને જોગવાઇને લઇને આ વખતે મહિલા ઉમદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી લડવા માટેની સવા લાખ ફી માટે ડીડી અથવા આરટીજીએસ કરવાનું રહેશે
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી લડવા ઇચ્છતા વકીલ ઉમેદવારો માટે બીસીઆઇ દ્વારા સૌપ્રથમવાર સવા લાખ રૃપિયા ફી નક્કી કરાઇ છે., તેથી આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે ઉપરોકત સોગંદનામાં-ડેકલેરેશન સાથે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઇલેકશન પ્રોવીઝન ફંડના નામથી સવા લાખ રૃપિયાની રકમનો ડિમાન્ડ ડ્રાફટ જમા કરાવવાનો અથવા આરટીજીએસ કરવાનું રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #LawyerswithcriminalcaseswillgetcardsinGujaratBarCouncilelections #SupremeCourt #CandidacyForm #BarCouncilElection #BarCouncilofIndia #Election #ElectionCommittee



