- ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના ચુકાદા મારફતે મૃતક બાઇક સવારના આશ્રિતોનું વળતર નોંધપાત્ર રીતે વધારી આપ્યુ, અકસ્માતની સંપૂર્ણ જવાબદારી પણ જીપ ડ્રાઇવરની ઠરાવી
- હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, પોલિસીનો રેકોર્ડ સાબિત કરવાનો બોજો વીમા કંપનીના માથે હોય, મૃતકના આશ્રિતો કે દાવેદારોના માથે નહી
અમદાવાદ: 22 જાન્યુઆરી 2026:
વાહન અકસ્માતના એક કેસમાં બહુ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, વીમાની પોલિસીનો રેકોર્ડ કે તેના પુરાવાની બાબત સાબિત કરવાનો બોજો વીમા કંપનીના માથે હોય, મૃતકના દાવેદારો કે આશ્રિતોના માથે ના હોઇ શકે. જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ પ્રસ્તુત કેસમાં વીમા કંપની દ્વારા દાવાની ચૂકવણી કરવી ના પડે તે માટે જુદા જુદા બહાના રજૂ કરવાના પ્રયાસને લઇને પણ ભારે ઝાટકણી કાઢી હતી. સાથે સાથે મોટર વાહન અક્સ્માત ટ્રિબ્યુનલ દ્વારા વળતર નક્કી કરવામાં દાખવાયેલા ગંભીર ભૂલને લઇ પણ હાઇકોર્ટે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, મૃતકની સુપરવાઇઝરી આવકના નુકસાનને ગણતરી કરવામાં ટ્રિબ્યુનલે ગંભીર ભૂલ કરી છે. કાયદાની દરખાસ્ત મુજબ, દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરવી અને દાવેદારોને યોગ્ય અને ન્યાયી વળતર ચૂકવવું એ ટ્રિબ્યુનલની ફરજ છે.

ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં મૃતક યુવકના આશ્રિતોને ટ્રિબ્યુનલે જે રૃ.૩.૫૬ લાખનું વળતર અપાવતો હુકમ કર્યો હતો, તેમાં સુધારો કરી મૃતકના આશ્રિતોના વળતરમાં નોંધપાત્ર વધારો કરી તેઓને રૃ.૩૮.૧૮ લાખથી વધુનું વળતર અપાવ્યું હતું. હાઇકોર્ટે પ્રતિવાદી વીમા કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને વળતરની રકમ છ સપ્તાહમાં ટ્રિબ્યુનલ સમક્ષ જમા કરાવી દેવા પણ ફરમાન કર્યું હતું.
મોટર સાયકલ અને જીપ વચ્ચેના અકસ્માતના આ કેસમાં ટ્રિબ્યુનલે મોટર સાયકલસવારની પણ ૨૦ ટકા બેદરકારી(નિષ્કાળજી) ગણાવી હતી. જો કે, હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આ તર્કને પણ ફગાવ્યો હતો અને પ્રસ્તુત કેસમાં અકસ્માતની સંપૂર્ણ જવાબદારી જીપના ડ્રાઇવરની ઠરાવી હતી. હાઇકોર્ટે આ કેસમાં મૃતક યુવકની સેલેરી સ્લીપના પુરાવાને અવગણવાના ટ્રિબ્યુનલના વલણને પણ ગંભીર ચૂક સમાન ગણાવ્યું હતુ અને જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલે મૃતકની સેલેરી સ્લીપનો પુરાવો અવગણીને તેમ જ તેની સુપરવાઇઝરી આવકના નુકસાનને ધ્યાને લેવામાં ગંભીર ક્ષતિ દાખવી છે.
કેસની વિગત મુજબ, કમલેશ જશુભાઇ પટેલ પોતાની બાઇક પર ચિત્રોડા(જિ.સાબરકાંઠા) તરફ જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે અને ગફલતરભરી રીતે આવતી જીપે તેને જોરદાર ટક્કર મારી ઉડાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવકનું કરૃણ મોત નીપજયું હતું.
જેને પગલે તેના આશ્રિતો દ્વારા ટ્રિબ્યુનલમાં વળતરનો દાવો કરાતાં ટ્રિબ્યુનલે રૃ.૩.૫૬ લાખનું વળતર અપાવ્યું હતું. જેનાથી નારાજ થઇ મૃતક યુવકના આશ્રિતો હેમલતાબેન પટેલ તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ફર્સ્ટ અપીલમાં એડવોકેટ હિરેન એમ.મોદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અકસક્માત માટે સંપૂર્ણપણે જીપ ડ્રાઇવરનો જ વાંક છે અને સમગ્ર અકસ્માત માટે તેની જ ગંભીર જવાબદારી ઠરતી હોવાછતાં ટ્રિબ્યુનલે મૃતકની ૨૦ ટકા નિષ્કાળજી ઠરાવીને ભૂલ કરી છે. કારણ કે, જીપ ડ્રાઇવરનું વાહન ઓવરસ્પીડ, ગફલતભરી રીતે હંકારવામાં આવ્યું હતું અને તેના કારણે અકસ્માત સર્જાયો છે. વળી, મૃતક યુવકની સેલેરી સ્લીપનો પુરાવો પણ ટ્રિબ્યુનલે ધ્યાને લીધો નથી. હકીકતમાં સેલેરી સ્લીપનો પુરાવો ઉપરાંત તે એગ્રીકલ્ચરનું કામ કરતો હોવાના સાત-બારના ઉતારા અને અન્ય પુરાવા પણ છે પરંતુ તેમછતાં ટ્રિબ્યુનલે તેને અવગણ્યા છે, જે બિલકુલ ગેરકાયદે કહી શકાય.
અપીલકર્તાઓ તરફથી એડવોકેટ હિરેન મોદીએ અદાલતનું ધ્યાન દોર્યું હતું કે,વીમા કંપનીએ પણ વળતર ચૂકવવું ના પડે તેથી પોલિસીનો પુરાવો અથવા રેકોર્ડ છુપાવવાનો પ્રયાસ કર્યો છે અને તે સાબિત કરવાનો બોજો દાવેદારના માથે નાંખ્યો છે, જે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોની વિરૃધ્ધનો નિર્ણય છે. વીમા કંપની વળતર ચૂકવવાની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહી. અપીલકર્તાઓ તરફથી એડવોકેટ હિરેન એમ.મોદીની રજૂઆતો ગ્રાહ્ય રાખીને જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ ઉપરોકત અગત્યનો ચુકાદો જારી કર્યો હતો.
પોલિસીના રેકોર્ડને લઇ બચાવ કરવાના મુદ્દે વીમા કંપની ભેખડે ભરાઇ
આ કેસમાં વીમા કંપનીએ વળતર ચૂકવવું ના પડે એટલે એવો બચાવ ઉભો કર્યો હતો કે, જે જીપ દ્વારા અક્સ્માત સર્જાયો છે તે વાહનનો વીમો વીમા કંપનીએ લીધો જ નથી અને દાવેદારો દ્વારા રેકર્ડ પર જે પોલિસી(જીપની) રજૂ કરવામાં આવી છે, તેનો પોલિસી નંબર વાંચી શકાતો નથી અને માટે વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર બનતી નથી. જો કે, અપીલકર્તા તરફથી એડવોકેટ હિરેન એમ.મોદીએ વીમા કંપનીની દલીલનો છેદ ઉડાડતાં જીપની વીમાની ઓરીજનલ પોલિસી હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. જેથી વીમા કંપનીએ એવું ફેરવી તોળ્યુ કે, સમાન નંબરવાળી પોલિસી જીપને નહી પરંતુ અન્ય વાહન ટુ વ્હીલરને જારી કરવામાં આવી છે. જો કે, જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ સમગ્ર વાતનો ભેદ પારખી લેતાં વીમા કંપનીની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, જો વીમા કંપની એમ કહે છે કે, પોલિસી નંબર વંચાતો નથી તો પછી કયા આધારે કહો છો કે, સમાન નંબરવાળી પોલિસી ટુ વ્હીલરને જારી કરાઇ છે. વીમા કંપનીની પુરાવા માની શકાય તેવા કે વિશ્વસનીય નથી. ટ્રિબ્યુનલે પણ પોલિસીનો રેકોર્ડ સાબિત કરવાની જવાબદારી(બોજો) મૃતકના આશ્રિતો(દાવેદારો)ના માથે નાંખીને ગંભીર ભૂલ કરી છે, આ જવાબદારી કે બોજો ખરેખર વીમા કંપનીનો જ હોય
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #police #vimo #DistrictCourts #Courts #GujaratHighCourt #trending #ahmedaba



