પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 જાન્યુઆરી 2026:
આ CSR પહેલ સાથે, ગોપાલ સ્નેક્સ કંપની, બાળકો માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક ઉમદા પ્રયાસમાં રોકાણ કરી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, પાચનમાં મદદ કરવાનો તેમજ સમગ્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે

રાજકોટ: ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેના CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) બજેટનો 100 ટકા હિસ્સો “મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ” માટે સમર્પિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહલ, એ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રિવેન્ટીવ હેલ્થકેર (નિવારક આરોગ્યસંભાળ) પહેલ છે.

ગોપાલ સ્નેક્સ લિમિટેડ, મે-2023 થી આ પ્રોગ્રામ સાથે એક ડોનર (દાતા) તરીકે સંકળાયેલી છે અને હાલમાં આ પહેલ માટે વાર્ષિક લગભગ રૂ.1.5 કરોડ ફાળવે છે, જેનાથી દર મહિને સાત લાખથી વધુ બાળકોને લાભ થાય છે.

જ્યારથી ગોપાલ સ્નેક્સના આ પ્રોગ્રામ સાથે જોડાઈ છે, માત્ર ત્રણ થી સાત ડોઝ લીધા પછી જ, મોટી સંખ્યામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે. અનેક કિસ્સાઓમાં, વારંવાર થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ગંભીર કોમ્પ્લિકેશન (જટિલતા) ધરાવતા બાળકોને પણ મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે ફાયદો થયો છે.
સમય જતાં સુવર્ણપ્રાશનની પ્રેક્ટિસ ઓછી થઈ હતી, પરંતુ વારાણસીના શ્રી વિશ્વનાથ દાતારજીએ આયુર્વેદિક શાસ્ત્રોમાં વ્યાપક રિસર્ચ કરીને તેને પુનર્જીવિત કરી હતી. તેમણે મૂળ રચના અને પદ્ધતિને પુનઃસ્થાપિત કરવા માટે 38 વર્ષથી વધુ અભ્યાસ અને પ્રયોગો કર્યા. તેમણે 1970 માં નિશુલ્ક “મંત્રોષધિ સુવર્ણપ્રાશનમ મૂવમેન્ટ” શરૂ કરી હતી અને આજે 55 વર્ષ પછી, આ પહેલ ભારતભરમાં 850 થી વધુ કેન્દ્રો દ્વારા સતત કાર્યરત છે, જેમાં 1600+ સ્વયંસેવકો આ જ હેતુ માટે કાર્યરત છે. આ પહેલ, પ્રિવેન્ટીવ હેલ્થકેર અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશ્યો સાથે સંકળાયેલી છે. આ ચળવળે બાળ સ્વાસ્થ્યને પ્રણાલીગત સ્તરે સંબોધિત કરીને અને સમાજ અને સંસ્થાઓને સકારાત્મક ટકાઉ પરિવર્તન તરફ ગતિશીલ બનાવીને લાંબાગાળાની કાયમી અસર ઉપજાવી છે.
ગોપાલ સ્નેક્સના સંસ્થાપક બિપિન હદવાણીએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ બાળકો એક મજબૂત રાષ્ટ્રનો પાયો હોય છે. મંત્રોષધિ સુવર્ણપ્રાશનની અસર જોયા પછી, અમને તેને પૂરા મનથી સમર્થન આપવાની નૈતિક જવાબદારીનો અનુભવ થયો. આ પહેલ માટે અમારા સમગ્ર CSR બજેટની ફાળવણી, એ અમારો વિશ્વાસ દર્શાવે છે કે, સામાજિક જવાબદારીથી માત્ર વિઝિબિલિટી જ નહીં, પરંતુ લાંબાગાળાના સ્થાયી મૂલ્યનું પણ સર્જન થવું જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમારા કર્મચારીઓની સખત મહેનત દ્વારા જમા થયેલા CSR ફંડનો ઉપયોગ દેશના ભવિષ્યને મજબૂત બનાવવાના હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. બાળકો માટે પ્રિવેન્ટીવ હેલ્થકેર એ ખર્ચ નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલું રોકાણ છે.”
‘મંત્રોષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ’, એ કશ્યપ સંહિતા જેવા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલ ક્લાસીકલ આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત છે. પરંપરાગત રીતે બાળકો માટે પ્રિવેન્ટીવ હેલ્થ પ્રેક્ટિસ તરીકે આપવામાં આવતી આ ફોર્મ્યુલેશન, એ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા શુદ્ધ સોનાની ભસ્મ, મધ, વાચા, બ્રાહ્મી, શંખપુષ્પી અને અન્ય પસંદ કરેલી ઔષધિઓનો ઉપયોગ કરીને, નિર્ધારિત વૈદિક મંત્રોચ્ચાર સાથે તૈયાર કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય, રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, પાચનમાં મદદ કરવાનો તેમજ સમગ્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે.
બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે યોગદાન આપતી આ “મંત્રોષધિ સુવર્ણપ્રાશન મૂવમેન્ટ” શરૂ કરવા બદલ, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા 24 માર્ચ, 1900 ના દિવસે શ્રી વિશ્વનાથ દાતારજીને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન, એક ઐતિહાસિક સિદ્ધિ હતી, જેમાં સ્વતંત્રતા પછીના ભારતમાં પ્રથમ સફળ ચાઈલ્ડ હેલ્થ મુવમેન્ટ (બાળ આરોગ્ય ચળવળ) શરૂ કરવામાં તેમના નેતૃત્વને માન્યતા આપવામાં આવી હતી.
આ CSR પહેલ સાથે, ગોપાલ સ્નેક્સ કંપની, બાળકો માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક ઉમદા પ્રયાસમાં રોકાણ કરી રહી છે. આની સાથે જ તે, આવાં સમાન વિચારધારા ધરાવતા ભાગીદારોને આ મુવમેન્ટને ટેકો આપવા અને આ પરિવર્તનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GopalSnacks #csr #MantraushadhiSuvarnaprashanMovement #GopalSnacksLimited



