- સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટીના માર્ગદર્શન હેઠળ બાર કાઉન્સીલ દ્વારા ચૂંટણી કાર્યક્રમમાં ફેરફાર
- તા.31મી જાન્યુઆરીએ મતદારોની આખરી મતદાર યાદી જાહેર થશે તો, તા.7 મી ફેબ્રુઆરીથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે
અમદાવાદ: 03 જાન્યુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીની તારીખોમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટીના માર્ગદર્શન હેઠળ ગુજરાત બાર કાઉન્સીલના ઇલેકશન કમિશનર તરફથી બાર કાઉન્સીલની ચૂંટણીની સત્તાવાર તારીખ તા.૬ઠ્ઠી માર્ચે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઇલેકશન માટે અને સમગ્ર ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ તારીખોમાં એટલા માટે પણ ફેરફાર કરાયો છે કારણ કે, સુપ્રીમકોર્ટે દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણીઓ જે સમયમર્યાદમાં યોજવાના નિર્દેશો આપ્યા હતા, તેમાં ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીના પરિણામો તા.૧૫મી માર્ચ, ૨૦૨૬ સુધીમાં જાહેર કરી દેવાની સ્પષ્ટ વાત કરવામાં આવી હતી, તેથી જો તા.૧૫મી માર્ચ પહેલાં પરિણામ જાહેર કરવાના હોય તો તે પ્રમાણે ચૂંટણીનું સમગ્ર આયોજન કરવું પડે અને તેથી હવે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી તા.૬ઠ્ઠી માર્ચે યોજવાનું નક્કી કરાયું છે.
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇ પાવર કમીટીના માર્ગદર્શન હેઠળ ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણી કાર્યક્રમમાં ફેરફાર સાથેની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, તા.૧૭ મી જાન્યુઆરીએ બાર કાઉન્સીલની ચૂંટણી માટેની કાચી મતદાર યાદી જાહેર કરાશે, તેમાં ૧૮ મી જાન્યુઆરી સુધી ે એટલે કે, સાત દિવસ સુધી વાંધા-સૂચનો રજૂ કરી શકાશે, ત્યારબાદ તા.૩૧મી જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવાશે. તા.૧ લી ફેબુ્રઆરીથી આ ઇલેકશનને લઇ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૃઆત થશે, તા.૭મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તા.૯ મી ફેબુ્રઆરીથી ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મ્સની સ્ક્રુટીની હાથ ધરાશે. તા.૧૦થી તા.૧૨ ફેબુ્રઆરી દરમ્યાન ઉમેદવારો તેમના પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે. જયારે તા.૧૩મી ફેબુ્રઆરીએ ઉમેદવારોનું ફાઇનલ લીસ્ટ જાહેર કરવામાં આવશે. તે આખરી ગણાશે. છેલ્લે તા.૬ ઠ્ઠી માર્ચે ગુજરાત બાર કાઉન્સીલના ૧૮ પુરુષ સભ્યો, પાંચ મહિલા સભ્યો મળી કુલ ૨૩ સભ્યોની ચૂંટણી યોજાશે. જયારે બે મહિલા સભ્યો કો-ઓપ્શન પ્રક્રિયાથી ચૂંટાશે. આમ, બાર કાઉન્સીલમાં ૨૫ સભ્યોનું સંખ્યાબળ બનશે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, તા..૬ ઠ્ઠી માર્ચે ચૂંટણી યોજાયા બાદ તા.૯ મી માર્ચથી મતોનું કાઉન્ટીંગ શરૃ કરી દેવાશે અને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, કોઇપણ સંજોગોમાં પરિણામો તા.૧૫મી માર્ચ પહેલાં જાહેર કરી દેવા પડશે. તેથી સુપ્રીમકોર્ટ દ્વારા જારી આ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને જ બાર કાઉન્સીલના ચૂંટણી કાર્યક્રમમાં ઉપરોકત મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણી ઇતિહાસમાં સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી હાઇ પાવર ઇલેકશન કમીટીની નીગરાની અને માર્ગદર્શન હેઠળ યોજાઇ રહી છે અને સૌપ્રથમવાર બાર કાઉન્સીલમાં પાંચ ટકા બેઠકો મહિલા અનામત રાખવાની છે, તેને લઇ ચૂંટણી બહુ મહત્ત્વની બની રહેવાની છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #BarAssociations #BarAssociationElections #Elections #trending #ahmedaba



