- ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ્સની ટી-૨૦ માં ગુજરાત હાઇકોર્ટની ટીમ ચેમ્પિયન બની, ઇતિહાસ રચ્યો
- ફાઈનલની દિલધડક મેચમાં ગુજરાત હાઇકોર્ટની ટીમે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની ટીમને પછાડી
અમદાવાદ: 18 જાન્યુઆરી 2026:
દેશભરની જુદી જુદી હાઇકોર્ટો વચ્ચે રમાયેલી ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ ક્રિકેટ ટુનામેન્ટની ટી-૨૦ કપમાં ગુજરાત હાઇકોર્ટની ટીમે વિજેતા બની, કપ ઉઠાવી ચેમ્પિયનનું બિરૂદ મેળવી એક નવો ઇતિહાસ રચી દીધો છે. ગુજરાત હાઇકોર્ટની વિજેતા ટીમને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિતના મહાનુભાવોએ વિશેષ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. ફાઇનલ મેચ દરમ્યાન મુખ્ય અતિથિ વિશેષપદે હાજર રહેલા તેલંગાણા હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને સ્ટેટ હાઇકોર્ટ સ્પોટ્સ કમીટીના અધ્યક્ષ બી.વિજયસેન રેડ્ડીના હસ્તે ગુજરાત હાઇ કોર્ટની વિજેતા ટીમને ટ્રોફી (કપ) એનાયત કરવામાં આવી હતી.

બીજીબાજુ, ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત હાઈકોર્ટની ટીમે પોતાની વિજય પતાકા લહેરાવી ગુજરાત હાઇકોર્ટનું નામ રોશન કરતાં ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની જયુડીશીયરીમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ હૈદ્રાબાદના નાગોલના સીએનઆર ગ્રાઉન્ડમાં યોજાઇ હતી. જેમાં ફાઈનલ મેચ ગુજરા ન હાઇકોર્ટની ટીમ અને જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટની ટીમ વચ્ચે યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરની ટીમ તેની ૨૦ ઓવરમાં ૧૦૫ રન કરી ઓ લઆઉટ થઇ ગઇ હતી, જેની સામે ગુજરાત હાઇકોર્ટની ટીમે કેપ્ટન કમલ શર્માની કેપ્ટન્સી અને માર્ગદર્શન હેઠળ ૧૦૫ રનનો લક્ષ્યાંક ૧ ૯મી ઓવરમાં જ સાત વિકેટે હાંસલ કરી દીધો હતો અને ત્રણ વિકેટથી મેચ જીતવાની સાથે સાથે ટી-૨૦ કપ ઉઠાવી ટ્રોફી કબ્જે કરી હતી. મેન ઓફ ધ મેચનો એવોર્ડ જયદીપ ગઢવીને એનાયત કરાયો હતો. સમગ્ર ભારતભરમાં જુદી જુદી હાઇકોર્ટો વચ્ચેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગ ગુજરાત હાઇકોર્ટની ટીમે સૌપ્રથમવાર વિજેતા બની ચેમ્પિયન બનતાં ખેલાડીઓ જોરદાર ખુશી સાથે ઝુમી ઉઠયા હતા. ગુજરાત હાઇકોર્ટની વિજેતા ટીમના તમામ ખેલાડીઓને મેડલ પહેરાવી કંપની ટ્રોફી અનાયત કરાઇ હતી.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેલંગાણા હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને રાજ્ય હાઈકોર્ટ સ્પોર્ટ્સ કમીટીના અધ્યક્ષ જસ્ટિસ બી. વિજયસેન રેકી, ઓલ ઇન્ડિયા હાઇકોર્ટ એમ્પ્લોઈઝ ફેડરેશનના સેક્રેટરી જનરલ આસીફ ઇકબાલ મહાજન સહિતના અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દરમ્યાન ગુજરાત હાઇકોર્ટની વિજેતા ચેમ્પિયન ટીમને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિતના મહાનુ ભાવોએ પણ વિશેષ અભિનંદન પાઠવી ખેલાડીઓની સિધિને બિરદાવાઈ હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #T20 #trending #ahmedaba



